________________
શ્રી સુમતિનાથ ચરિત્ર ]
mm
ઉદ્યાનમાં ગયા. સુદર્શના રાણી પણ વનલક્ષમી નિરખવા ઉદ્યાનમાં આવી. ઉદ્યાનમાં ફરતાં ફરતાં રાણીએ એક સ્ત્રીને સુંદર યુવાન સ્ત્રીઓ અને દાસીઓથી સેવાતી જોઈ. રાણી આ જોઈ વિસ્મય પામી અને પાસે રહેલા સેવકને પૂછયું કે આ સ્ત્રી કેશુ છે?” નોકરે તપાસ કરી જવાબ આપ્યો કે, “મહારાણી! આ સ્ત્રી નંદીષણની સુલક્ષણ નામે ગૃહિણી છે. અને તેની પાસે રહેલી આઠ સ્ત્રીઓ તે તેના બે પુત્રોની પુત્રવધૂઓ છે. રાણીની વિસ્મય દશા શોકદશામાં પલટાઈ. તેને લાગ્યું કે, “હું રાજાને ખુબ વહાલી છું છતાં પણ મારું જીવન નકામું છે. મારે કોઈ પુત્ર નથી તે પછી પુત્રવધૂઓની તે વાતજ કયાં કરવી. સુલક્ષણા ભાગ્યશાળી છે કે જેને બે પુત્રો અને એક એક પુત્રને ચાર પુત્રવધૂઓ છે.” શોકગ્રસ્ત રાણીને રાજાએ આનંદમાં લાવવા ઘણુ પ્રયત્ન કર્યો. પણ તે સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા. રાજાએ ઘણું આગ્રહથી પૂછ્યું કે, સમગ્ર નગરલકે આજે આનંદથી કીડા કરે છે, અને તું કેમ આમ શૂન્ય મનવાળી છે? રાણીએ દુઃખપૂર્વક કહ્યું કે, મારે બીજું કાંઈ દુખનું કારણ નથી. મારે પુત્ર નથી એજ મારા મનનુ દુ ખ છે. નિર્ધન માણસ લક્ષ્મીવાનને દેખીને તેની લમીની ઈચ્છા રાખે છે તેમ હુ પુત્રવાળાના પુત્રને જોઈને પુત્રની ઈચ્છા રાખું છું. વધુ શુ કહું? વનમાં પુત્ર પરિવારવાળાં પશુઓ સારાં પણ પુત્રરહિત રાજ્યવાળા હોવા છતાં આપણને ધિક્કાર છે. રાજાએ રાણીને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે, “તું ધીરજ ધર, હું કુલદેવીની આરાધના કરી તેના વરદાનથી પુત્ર મેળવીશ અને તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” રાજા સ્નાન કરી પવિત્ર થઈ કુલદેવીના મંદિરમાં ગયે, અને
જ્યાં સુધી કુલ દેવતા વરદાન ન આપે ત્યાં સુધી અન્નપાનનો ત્યાગ કરી દઢનિશ્ચય ધરીને રહ્યો. કુલદેવી છઠ્ઠ દિવસે પ્રત્યક્ષ થયાં અને કહ્યું કે, “સ્વર્ગલોકમાંથી ચ્યવી સુદર્શનાની કુક્ષિમાં એક ભાગ્યશાળી જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. આ પુત્ર જ્ઞાની, તેજસ્વી અને પરાક્રમી થશે.” રાજા આનંદ પામ્યું અને તે જ દિવસથી ઋતુસ્નાતા સુદર્શના ગર્ભવતી થઈ. અને તેણે સિંહનું સ્વમ જેયુ. રાણીને અમારિ વજડાવવાના અને ધાર્મિક કાર્યો કરવાના દેહલા ઉત્પન્ન થયા. રાજાએ તે સર્વ પૂર્ણ કર્યા. પૂર્ણમાસે પુત્રને જન્મ થયો અને રાજાએ તેનું નામ પુરૂષસિંહ પાયું. ઉંમરલાયક થતાં રાજાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી પુત્ર અને પુત્રવધુ દેખીને રાજા રાણી આનંદ પામ્યાં.
એક વખતે પુરૂષસિંહ રાજકુમાર ઉધાનમાં ફરવા ગયા. ત્યાં તેણે વિનયનંદન નામના આચાર્યને દેખ્યા. તેણે તેમને વંદન કર્યું અને તેમને પૂછ્યું, “આપે યુવાનવયમાં વિષને વિષની પેઠે છેડી દીધા તેથી મને આશ્ચર્ય થાય છે. હું પણ વિષયને ખરાબ સમજુ છું, પણ મેં છાયા નથી તે મારી કમનસીબી છે. હે ભગવંત કૃપા કરીને કહે કે સંસાર તરવાનો શો ભાગ છે? આચાર્યે કહ્યું કે, “સંસાર તરવાના એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ એમ અનેક માગે છે. સર્વ સાવદ્ય ત્યાગ એ રીતે એક, શ્રાવકપણું અને સાધુપણું એ રીતે બે, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના એ રીતે ત્રણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ રીતે ચાર પાંચ મહાવ્રત તે પાંચ, છ,