________________
ક
| લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, અભિનંદન સ્વામિના તીર્થમાં યક્ષેશ્વર નામનો ચક્ષ શાસનદેવ અને કેલિકી નામની દેવી શાસનદેવી થઈ. યક્ષેશ્વર શ્યામ કાંતિવાળો, હાથીના વાહનવાળે, જમણી બે ભુજાઓમા બીરૂ અને અક્ષસૂત્ર ધારણ કરનાર અને ડાબી બે ભુજાઓમાં નકુલ અને અંકુશ રાખનારે હતે. કાલિકાદેવી શ્યામવર્ણવાળી, કમળના આસન ઉપર બેસનારી, દક્ષિણ બે ભુજામાં વરદ અને પાસને ધારણ કરનારી અને ડાબી બે ભુજામાં નાગ અને અંકુશને ધારણ કરનારી હતી.
ભગવાન અભિનંદન સ્વામિના પરિવારમાં ત્રણ લાખ સાધુઓ, છ લાખ અને ત્રીસ હજાર સાધ્વીઓ, નવ હજાર અને આઠસે અવધિજ્ઞાનીઓ, એક હજાર, પાંચસે ચૌદ પૂવીએ, અગીયાર હજાર અને છ પચાસ મન:પર્યવજ્ઞાની, ચૌદ હજાર કેવળજ્ઞાની, ઓગણીસ હજાર વેકિય લબ્ધિવાળા, અગિયાર હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અઠ્યાવીશ હજાર શ્રાવકે અને પાંચ લાખ સત્તાવીશ હજાર શ્રાવિકાઓ હતી.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાને આઠ પૂર્વગને અઢાર વર્ષ જૂન લાખ પૂર્વ સુધી જગત ઉપર ઉપકાર કર્યો. ત્યારબાદ પિતાનો નિર્વાણકાળ સમીપ જાણી ભગવાન સંમેતશિખરે પધાર્યા. ભગવાને એક હજાર મુનિઓ સાથે અહિં અણુસણ સ્વીકાર્યું. ચાર અઘાતિ કર્મ ખપાવ્યાં અને વૈશાખ શુદ ૮ મે જ્યારે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતો, ત્યારે નિર્વાણ પામ્યા. તેમની સાથે અણુસણ કરનારા એક હજાર મુનિઓ પણ મેક્ષપદને પામ્યા. અભિનંદન સ્વામિએ સાડાબાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, આઠ પૂવગ સહિત સાડીછત્રીસ લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં અને આઠપૂવગ ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષામાં એમ કુલ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અભિનંદન સ્વામિ નિર્વાણ પામ્યાપછી દેવદાનવોએ તેમને અને બીજા મુનિઓના દેહને અગ્નિસંસ્કાર કર્યો. દેવે પ્રભુની દાઢા અસ્થિ વિગેરે પૂજન માટે લઈ ગયા. દેવતાઓ નદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી દેવલેકમાં ગયા. અને ભગવાનના નિર્વાણ સ્થાનકે આવેલા બીજા રાજાએ પણ પિતપોતાના સ્થાનકે ગયા.
શ્રી સુમતિનાથ ભગવાન ચરિત્ર
પૂર્વભવ વર્ણન: પ્રથમ અને દ્વિતીય ભવ-વિજયસેન રાજ અને દેવ. આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુલાવતી નામે વિજયને વિષે શંખપુર નામનું નગર હતું. તેમાં વિજયસેન નામને રાજા રાજ્ય કરતું હતું. તેને સુદર્શના નામે રાણ હતી એક વખતે કોઈ ઉત્સવના દિવસે નગરના સર્વ લોકો પોતાના પરિવાર સહિત