SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ . . . - - કn શ્રી અભિનંદન સ્વામિ ચરિત્ર માની હતા તેમણે તપવનનો આશ્રય લીધો. આ રાજાને શિયળવંતી સિદ્ધાર્થી નામે રાણી હતી. તેની કાશિમાં વૈશાખ સુદ ૪ ને દિવસે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે મહાબલને જીવ વિજય વિમાનમાંથી રચવી ઉત્પન્ન થયો. અને માતાએ ચૌદ રવાન દેખ્યાં જગતમાં સર્વત્ર પ્રકાશ ફેલાયે, દેવોએ વન લ્યાણક મહત્સવ કર્યો. નવ મહિના અને સાડા સાત દિવસ વ્યતીત થયા ત્યારે સિદ્ધાર્થી રાણીએ મહા શુદ બીજના દિવસે ચંદ્ર અભિજીત નક્ષત્રમાં હતું તે વખતે સૂર્ય જેવા તેજસ્વી વાનર વંશનવાળા પુત્રનો જન્મ આપ્યો. ત્રણ લોકમાં સર્વત્ર પ્રકાશ ફેલાયો. નારકીના જીવોએ પણ સુખ અનુભવ્યું. સંવર ગજાએ, દેવતાઓએ અને દિકુમારિકાઓએ જન્મ મહોત્સવની ક્યિા કરી. ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે આખા નગરમાં હર્ષ હર્ષનું વાતાવરણ ફેલાયું હતું તેથી માતપિતાએ શુભ મુહૂર્તે તેમનું નામ અભિનંદન પાડયું. બાલ્યકાળ પસાર થયા છng પિતાનું ગાવલી કર્મ જાણું માતાપિતાની પ્રાર્થનાથી ભગવાન રાજકુમારીકા રાધે પાયા. સંસારસુખને ભેગવતાં જ્યારે ભગવાન સાડા બાર લાખ પૂર્વની વયવાળા થયા ત્યારે સંવર રાજાએ તેમનો રાજયાભિષેક કર્યો. અને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. અભિનદન રવામિને માન્ય કરતાં આઠ પૂર્વગ સહિત છત્રીસ લાખ પૂર્વ વીત્યાં ત્યારે વૈરાગ્ય ભાવના જાગી અને કાન્તિક દેવતાઓએ “હે નાથ! તીર્થ પ્રવર્તાની વિજ્ઞપ્તિ કરી. ભગવાને સાંવત્સરિક દાન આપ્યું. તિર્થગજાભક દેવતાઓએ તેમના ઘરમાં ધનની વૃદ્ધિ કરી કે જેથી ગમે તેટલું દાન આપતાં તે ખૂટ્યું નહિ. સાંવત્સરિક દાન આપ્યા બાદ ભગવાન સ્નાનપૂર્વક અને ઈન્દ્રએ કરેલ સુશોભા સહિત અર્થસિદ્ધ નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં તેમણે આભૂષણ છેડી પંચમુષ્ટિ લોન્ચ કરી છ૩ તાપૂર્વક એક હજાર રાજાઓ સાથે મહા સુદ ૧ને દિવસે કે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રને યોગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. અને તે જ વખતે ભગવંતને મન ૫ર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્રાદિ દેવ સ્તુતિ કરી વસ્થાને ગયા. બીજે દિવસે ભગવાને અયોધ્યા નગરીના રાજા ઈન્દ્રદત્તને ત્યાં હસ્તપાત્રમાં ક્ષીરનું પારણું કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી ભગવાને અપ્રમત્તપણે વિહાર કરતાં અઢાર વર્ષ પૂર્ણ કર્યો. પરિસહ, ઉપસર્ગ અને અભિગ્રહને ધારણ કરતા ભગવાન સહસ્ત્રાસ વનમાં પધાર્યા અને છઠ તપ કરી રાયણ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધ્યાનમાં ચાર ઘાતકર્મને ક્ષય કરી શુકલ ધ્યાનના બીજા પાયાને ધ્યાવતાં પિોષ સુદ ૧૪ના દિવસે જ્યારે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો તે વખતે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ ત્રણ ગઢ, ચાર કાર અને દેવ છંદક સહિત સમવસરણ રચ્યું. ભગવાને તીર્થને નમી દેશના આપી આ દેશનામાં કેઈ છએ ચારિત્ર, શ્રાવકપણું વિગેરે લીધું. ભગવાનને વજનાભ વિગેરે એક સોલ ગણુધરે થયા. તેમણે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી અને ભગવાને વાસક્ષેપ નાંખી અનુજ્ઞા આપી.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy