________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
સંભવનાથ ભગવાન પોતાનો નિર્વાણુ સમય નજીક જાણું સમેતશિખરે પધાર્યા અને એક હજાર મુનિઓ સાથે યાદગમન અણુસણનો સ્વીકાર કર્યો. અને ચૈતર સુદ પાંચમના દિવસે જ્યારે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું તે વખતે શેલેશી ધ્યાન ધરી નિર્વાણું પામ્યા. તેમની સાથે અણસણ લીધેલ મુનિએ પણ અનુક્રમે મેક્ષ પામ્યા.
સંભવનાથ ભગવાને કૌમાર્ય અવરથામાં પંદર લાખ પૂર્વ, રાજ્યવસ્થામાં ચારપૂર્વાગ સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ, અને દીક્ષા અવસ્થામાં એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ એ રીતે સર્વ આયુષ્ય સાઠ લાખ પૂર્વનુ ભગવ્યું. તેમના શરીરની ઉંચાઈ ચારસો ધનુ ની હતી.
સંભવનાથ ભગવાન અજિતનાથ સ્વામિના નિર્વાણ પછી ત્રીસ લાખ કેડી સાગરેપમ ગયા ત્યારે નિર્વાણ પામ્યા. તેમના દેહને અગ્નિ સંસ્કાર ઇન્દ્રોએ યથાવિધિ કર્યો. દાઢા, દાંત અસ્થિ વિગેરે યથાયોગ્ય વહેંચી લઈ પિતાના જીવનને કૃતાર્થ માની યથાયોગ્ય સ્થાને સ્થાપી નંદીશ્વરદ્વીપે જઈ સ્થાને ગયા.
શ્રી અભિનંદન સ્વામિ ચરિત્ર
પૂર્વભવ વર્ણનપ્રથમ-દ્વિતીયભવ–મહાબલ રાજા અને દેવ. પૂર્વકાળમાં -આ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં મંગલાવતી નામે વિજય છે. આ વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામને રાજા રાજ્ય કરતો હતે. આ રાજા બુદ્ધિ નિધાન, પરાક્રમી અને ધર્મ પરાયણ હતો. એક વખત તેને વિરાગ્ય ભાવના જાગૃત થઈ અને વિમલસરિ નામના આચાર્યની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ તેણે એકાવળી, રત્નાવળી વિગેરે તપ વડે પોતાના આત્માને ભાવિત કર્યો અને વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે અણુસણુ કરી મહાબલ રાજષિ મૃત્યુ પામી વિજય વિમાનને વિષે મહદ્ધિક દેવતાયણે ઉત્પન્ન થયા.
શ્રી અભિનંદન સ્વામી. . * ત્રીજે ભવ-જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં અયોધ્યા-કેશલા નામે નગરીમાં ઈવાકુવંશમાં ઉત્પન્ન થયેલ સંવર નામે રાજ હતો. તેનું જગતમાં એક છત્રી રાજ્ય હતું
એ ને તેજ સહન નહિ કરવાથી કેટલાક તેને તાબે થયા અને જે વધુ