________________
શ્રી સંભવનાથ જિન ચરિત્ર ]
સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. અને શિબિકામાંથી ઉતર્યા બાદ પંચ સુષ્ટિ લોન્ચ કર્યો. કારણકે સંસારનું કારણું શરીર છે અને શરીરનો અગ્રભાગ તે કેશ છે માટે તેને સૌ પ્રથમ ભગ વાને દૂર કર્યા. ત્યારપછી ભગવાને “જેમ રામાય' ને પાઠ ઉચ્ચરી સંયમ ગ્રહણ કર્યું. ઈજે ભગવાનને દેવદુષ્ય વસ્ત્ર આપ્યું અને જાણે સંયમનું સાદર હાય તેમ ભગવાનને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી નંદીશ્વર દ્વીપે જઈ મહેત્સવ કરી સ્વસ્થાને ગયા.
બીજે દિવસે ભગવાન પારણને માટે નગરમાં પધાર્યા અને સુરેન્દ્રદત્ત રાજાને ઘેર ક્ષીરનું પ્રાસુક અને હસ્તપાત્રમાં ગ્રહણ કર્યું. તે વખતે પંચદિવ્ય પ્રગટ થયા. અને ભગવાને
જ્યાં પારણું કર્યું ત્યાં સુરેન્દ્રદતેમણીપીડ રચા અને તે સુરેન્દ્રદત્ત મણીપીડની ત્રિકાળ પૂજા કરીને જ ભજન કરતે. ત્યારપછી ભગવાને ગામ, નગર, વન, પર્વત વિગેરે અનેક ઠેકાણે વિચરી ચૌદ વર્ષ પસાર કર્યો. ભગવાન નવા નવા અભિગ્રહ ધારણ કરતા. ગુણિ અને સમિતિને યથાર્થ પણે પાળતા ફરી સહસ્સામ્રવનમાં પધાર્યા. અને શાળ વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. અંતમુખ રહી ધ્યાન ધરતાં ચારઘાતિ કર્મને ખપાવી કારતક વદ પના દિવસે જ્યારે ચંદ્રમા મૃગશિર નક્ષત્રમાં આવ્યા હતા ત્યારે છઠ્ઠ તપમાં વર્તતા ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન થયું. એ સમવસરણ રચ્યું. ભગવાન દેએ રચેલ નવ સુવર્ણ કમલે ઉપર પગ ધારણ કરતા સમવસરણમાં પેઠા અને તીર્થને નમી દેશના આરંભી. આ દેશનાથી કેઈએ દીક્ષા અંગીકાર કરી કેઈએ શ્રાવકપણું તે કેઈએ માર્ગનુસારિ પણાને સ્વીકાર કર્યો ભગવાનને ચારૂ વિગેરે ૧૦૨ ગણુધરે થયા. જેમણે ભગવાન પાસેથી ત્રિપદી પામી કાંદશાગીની રચના કરી અને ભગવાને ઈન્ડે લાવેલ વાસક્ષેપ નાંખી ગણુની અનુજ્ઞા આપી. પ્રથમ પરિસિ પૂરી થયા બાદ ગણધર ભગવતે દેશના આપી ત્યારબાદ બલિ વિગેરે ઉછાળવામાં આવ્યે.
સંભવનાથ ભગવાનના શાસનના અધિષ્ઠાયક દેવ ત્રિમુખ યક્ષ અને દેવી દુરિતારિ થયા ત્રિમુખ ચક્ષને ત્રણ મુખ્ય ત્રણ આંખ અને છ હાથ છે. તેનો વર્ણ શ્યામ અને વાહન મોરનું છે. આ ત્રિમુખ યક્ષે જમણુ તરફની ત્રણ ભુજામાં નકુલ, ગદા અને અભયને ધારણ કર્યો હતા. અને ડાબી તરફની ત્રણ ભુજાઓમાં બીરૂ, માળા અને અક્ષસૂત્ર ધારણ કર્યું હતું. દુરિતારિ દેવી ચાર હાથવાળી, શુકલ વર્ણવાળી અને મેષના વાહનવાળી છે. આ દેવીએ દક્ષિણ તરફની બે ભૂજાઓમાં વરદ અને અક્ષસૂત્ર તેમજ ડાબી બે ભૂજાઓમાં સર્ષ અને અભય ધારણ કર્યા હતાં.
સંભવનાથ ભગવાનને ૧૦૨ ગણધર, બે લાખ સાધુ, ત્રણ લાખ છત્રીસ હજાર સાવીઓ, બે હજાર દોઢ ચૌદ પૂવી, નવ હજાર અને છસો અવધિજ્ઞાની, બાર હજાર અને દેસે મન ૫ર્યવજ્ઞાની, પંદર હજાર કેવલજ્ઞાની, ઓગણીશ હજાર આઠસે વેયિ. લબ્ધિવાળા, બાર હજાર વાદ લધિવાળા, બે લાખ અને ત્રાણું હજાર શ્રાવકે અને છે લાખ અને છત્રીસ હજાર શ્રાવિકાઓને પરિવાર થયો.