________________
૧
1 લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ winni કાયાની રક્ષા તે રીતે છે. ચાર કષાય અને મનદંડ, વચનદડ અને કાયદંડનો ત્યાગ તે રીતે સાત. પાંચ સમિતિ અને ત્રણે ગુપ્તિના પાલનપૂર્વક આઠ. તેમજ નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ અને પાંચ આસવ તથા ચાર કષાયને ત્યાગ તે રૂપ નવ. આ નવ માર્ગો ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યા છે. વળી કહ્યું છે કે – 'नाण च दसण चेव चरितं च तवो तह, एस मग्गो नि पण्णत्तो जिणेहिं वरदसिदि.'
અર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ જ્ઞાની જીનેશ્વર ભગવતેએ માર્ગરૂપે જણાવેલ છે. સંયમ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, ક્ષમા, મૃદુતા,
આર્જવ, અને મુક્તિ એ દશ પ્રકારનો શૌચધમ તે દશપ્રકારે સંસાર તરવાને માર્ગ છે આ ઉપદેશ સાંભળી પુરૂષસિંહે વિનયનંદનમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી, અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અને અણુસણ કરી પુરૂષસિંહ મુનિ વૈજયંતનામના અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા.
શ્રી સુમતિનાથ ભગવાન
ત્રીજે ભવ.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનિતા નામની નગરી હતી. તેમાં મેઘવાહને નામને રાજા રાજ્ય કરતું હતું. તેને મંગળા નામે મંગલમૂતિ ભાર્થી હતી. તેની કુક્ષિમાં અનુત્તર વિમાનમાંથી પુરૂષસિંહને જીવ એવી શ્રાવણ સુદ બીજના દિવસે જ્યારે મા નક્ષત્રમાં ચંદ્રને ચોગ હતો ત્યારે ઉત્પન્ન થયે મંગળા માતાએ ચૌદ સ્વસ દેખ્યો અને શેષ રાત્રી ધર્મજાગરણમાં પસાર કરી.
આ અરસામાં એક શેઠ પિતાની બે સ્ત્રીઓને લઈ પરદેશ ગયો હતો. ત્યાં એક સ્ત્રીને પુત્ર થયા. અને એ તે પુત્રને ઉછેરી મોટો કર્યો. ઘર તરફ પાછા ફરતાં શેઠ દેવગે મૃત્યુ પામે. સ્ત્રીઓ ઘેર આવી. તેમાં પુત્ર વગરની સ્ત્રી કપટી હતી તે કહેવા લાગી કે “આ પુત્ર મારે છે. આ ફરિયાદના ઇન્સાફ ઘણે ઠેકાણે કરાવ્યે પણ તેને કોઈ નિર્ણય ન આવ્યું. છેવટે આ તકરાર મેઘરથ રાજા પાસે આવી. મેઘરથ રાજા પણ તેનેં નિર્ણય ન કરી શકયા. મંગલા રાણીએ આ વાત રાજાના સુખથી જાણું અને તેણે છે સ્ત્રીઓને કહ્યું કે મારા ગર્ભમાં રહેલ પુત્ર ત્રણ જ્ઞાનને ધારણ કરનાર છે. તે જન્મ પામ્યા પછી તમારો સાચો નિર્ણય કરશે. અત્યારે આ પત્રને નિર્ણય કઈ કરી શકે તેમ નથી, કારણ કે તમારું રૂપ અને આકૃતિ સરખાં છે. થોડો વખત તમે વિલંબ ધારણ
૧ સયમ અહિસા ૨ સત્ય-તિકારક અને સત્ય વચન બોલવું તે ૩ જ્ઞાનાદિની વિરાધના ન થાય તેવી રીતે સયમની શુદ્ધિ. ૪ વિષય વાસનાનો ત્યાગ ૫ મૂછ ત્યાગ. ૬ બાર પ્રકારની તપ બાન્ન અને અભ્યતર મળીને. ૭ ક્રોધને ત્યાગ ૮ માનરહિતપણું ૯ માયાને ત્યાગ ૧૦ લેભરહિતપણ