________________
શ્રી સંભવનાથ જિન ચરિત્ર ] કરી અને તે પિતાના ભેજનાલયમાં સર્વ સંઘને જમાડવાની પણ શેઠવણ કરી. તે સંઘની હરહંમેશાં ખબર પૂછો અને તેની આ વિષમ પરિસ્થિતિમાં સંભાળ રાખવા હરહમેશાં ઘુક્ત રહેતો. આ રીતે રાંઘની પરમ ભક્તિને લઈને તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. આ ભકિત જ્યાં સુધી દુષ્કાળ રહ્યો ત્યાં સુધી તેણે પૂર્ણપણે જાળવી રાખી.
એક વખત સંધ્યા સમયે રાજા પિતાના મહેલની અગાશી ઉપર બેઠા હતા. આકાશમાં ચારે બાજુથી વાદળાં છવાયાં, ઘોર અંધકાર થયો, રાજાને લાગ્યું કે હમણુંજ વરસાદ તૂટી પડશે. રાજા આ વિચાર કરે છે. તેટલામાંજ પવનના સૂસવાટા થવા માડયા, ઘેરાયેલાં વાદળો વિખરાયાં અને આકાશ વાદળાં રહિત સ્વચ્છ થયુ. આ દેખાવ રાજા ઘણી વાર તે પણ આજે રાજાને આ દેખાવે અંતર્મુખ તરફ વાળ્યો. અને તેથી રાજા વિચારવા લાગ્યું કે આ જગતની સર્વ સંપત્તિ અને લીલા આ વાદળ જેવી છે. તે ભેગી થાય છે પણ કાળને ઝપાટે આવતાં જલદી વિખરાય છે. મૂર્ખ માણસજ તેને કાયમી માની તેની અંદર ગાંડે ઘેલે બને છે. આ વાદળની છાયાની પેઠે સર્વ સંસારની સ્થિતિ છે. માટે મારે તેની આસક્તિ છોડવી જોઈએ પુત્રોને રાજ્ય સેંપી આત્મ કલ્યાણ સાધવું જોઈએ. તરતજ રાજાએ પોતાના પુત્ર વિમલકીતિને બેલા અને કહ્યું “હે પુત્રી આ રાજ્ય પૂરાને વહન કર. મારું મન રાજ્ય કે સંસારમાં નથી. બીજે કશો વિચાર ન કર. અને મને આ ભારમાંથી મુક્ત કર.” રાજકુમાર જવાબ આપે એટલામાં તે રાજ્યાભિષેકની તૈયારી થઈ અને વિમલકીતિને રાજ્યાભિષેક થયે.
રાજા વિમલકીતિએ પ્રભાતે નિષ્ક્રમણ મહત્સવ પૂર્વક સ્વયંપ્રભ નામના આચાર્યની પાસે પિતાના પિતા વિપુલવાહનને દીક્ષા અપાવી. વિપુલવાહન રાજર્ષિએ પાંચ મહાવતો ધારણ કર્યો અને જગતના રાજ્યની પેઠે સંયમ રાજ્યને પણ સારી રીતે પાળવા પૂર્વક દીપાવવા લાગ્યા. તેમણે વિવિધ તપશ્ચર્યા કરવા માંડી પરિસહે સહન કરવા માંડયા અને વિશસ્થાનક તપનું આરાધન કરી પૂર્વે બાંધેલ તીર્થકર નામકર્મને પુષ્ટ કર્યું. અંતે અણસણ કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયા.
શ્રી સંભવનાથ ભગવાન ત્રીજો ભવ
નવમા દેવલોકનાં સુખ અનુભવી વિપુલવાહન રાજાને જીવ આ જંબુદ્વીપના પૂર્વ ભરતાર્ધમાં આવેલ શ્રાવસ્તી નામે નગરીને વિષે છતારી રાજાની રાણી એનાદેવીની કુક્ષિને વિષે ફાગણ સુદ ૮ ના દિવસે જયારે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો તે વખતે ઉત્પન્ન થયા. સેના માતાએ ચૌદ સ્વપ્નાં દેખ્યાં. અને સ્વપ્ન દેખ્યા બાદ દેવ