________________
૬૮
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુ. હતા તેમણે પણ ભગવાન પાસે દીક્ષા લીધી. આમ ભગવાનને સિહસેન વિગેરે પંચાણું ગણુધરે થયા. ભગવાને તેમને “પને જા, વિમે વા, હુ ' ની ત્રિપદી આપી. એટલે આઉટ લાઈન ઉપરથી ચિત્રકાર જેમ ચિત્ર દોરે તેમ તેમણે દ્વાદશાંગીની રચના કરી. ઈન્દ્ર વાસક્ષેપ ચૂર્ણને થાળ ધર્યો. અને ભગવાને ઉભા થઈ તેમાંથી વાસ ચૂર્ણની મુઠી ભરી નતમસ્તકે ઉભા રહેલા તે ગણધરો ઉપર વાસક્ષેપ નાંખતાં ઉચ્ચાર્યું કે “સૂત્ર, અર્થ, . ઉભય, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, અને અનુગથી હું તમને ગણુની અનુજ્ઞા આપુ છું.” આ પછી દેવોએ, દાનાએ, અને માનએ, થનથન નાચતા ઉમળકાભેર હદયે તેમના ઉપર વાસક્ષેપ નાંખે. આ પ્રથમ સમવસરણમાં ભગવાને જગતને તારવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરી. અને પછી પણ પ્રથમ પોરિસી સુધી દેશના આપી. તે પૂર્ણ થતાં સગર રાજા તરફથી આવેલ બલિ ઉછાળવામાં આવ્યું. અને જેને પૂર્ણપુજ સમ માની દેઓએ, રાજાઓ અને માનએ અદ્ધર અદ્ધરથી જ ગ્રહણ કર્યો.
આ પછી ભગવાન દેવદમાં પધાર્યા. અને તેમની પાદપીઠ આગળ સગરે મૂકેલ સિંહાસન ઉપર આરૂઢ થઈ સિંહસેન ગણધર ભગવતે દેશના આપી. આમાં ઘણાઓએ વિવિધ પ્રશ્નો પૂછયા કેઈએ પિતાના પૂર્વભવ પૂછ્યા. આ સર્વને તેમણે ભગવાનના સ્થાન મહાભ્યથી યથાસ્થિત કહ્યા. દેશનાકાર ગણધર ભગવંતને ભગવાન સિવાય સૌ કોઈએ તેમને કેવળી જ માન્યા, બીજી પિરિસી પૂર્ણ થતાં સુસાફર ઈષ્ટ સ્થાને પહોંચવાથી અટકે તેમ તેમણે દેશના પૂર્ણ કરી. એટલે તેમને નમન, પૂજન વંદન કરી સૌ સ્વથાને ગયા. સગરચક્રી પણું ભગવંતને નમી પિતાના સ્થાને સાકેતપુર આવ્યા.
ભગવાન અજીતનાથના શાસનમાં ચારમુખવાળ, શ્યામ કાતિને ધારણ કરનાર, હાથીના વાહનવાળે, જમણી બાજુના ચાર હાથમાં વરદ, સુદુગર, અક્ષસૂત્ર, અને પાસ તથા વામ બાજુની ચાર ભૂજામાં બીર, અભય, અંકુશ, અને શક્તિને ધારણ કરનાર મહાયક્ષ નામે શાસનદેવ થયે. તથા સુવર્ણ જેવા વણવાળી, જમણી બે ભુજામાં વરદ અને પાસ તથા વામ બે ભૂજામાં બીરૂ અને અંકુશને ધારણ કરનારી તથા લેહાસના રૂઢ અજિતબલા નામે શાસનદેવી થઈ.
ચેત્રીસ અતિશયે શાભિત ભગવાન સિંહસેન આદિ ગણધરોથી પરિવૃત્ત એક વખત શોભી નગરીના પરિસરમાં પધાર્યા. દેવાએ સમવસરણ ૨. , ભગવાન સિંહાસન ઉપર બેસી દેશના આપે છે. તેવામાં ત્યાં એક બ્રાહ્મણ યુગલ આવ્યું. અને તેમાંથી ગ્રાહણ ભગવાનને પૂછયું કે “હે ભગવન્! આવી રીતે કેમ છે?” ભગવાને કહ્યું કે તે સમકિતને મહિમા છે.” સભાને આમાં કાંઈ સમજ ન પડી. સભાની શંકા ટાળવા મુખ્ય ગણુધરે પૂછયું કે આ બ્રાહ્મણે આપને શું શું પુછયું ? અને " આપે શું ઉત્તર આપ્યા?’ ભગવાને કહ્યું કે –
“અહિં નજીકમાં શાલિગ્રામ નામે એક અગ્રહર છે. ત્યાં શુદ્ધભટ્ટ નામે બ્રાહ્મણ ૧ દાનમાં આવેલ જમીન ઉપર વસેલ ગામ,