________________
શ્રી અજિતનાથ ચરિત્ર ]
૬૭ - - - - - - - - -
- અને ઉંચા ઉંચા શિખરવાલા અને નજર નાંખે ન પહોંચે તેવી ખીણોવાળા પ્રદેશમાં જાતની ઉચ નીચની અસ્વાભાવિક સ્થિતિને વિચાર કરતા ભગવાન વિચરવા લાગ્યા. કઈ વખત પવનના ઝંડા સૂસવાટાથી પાણું પણ થીજી જાય તેવા ભાગમાં ભગવાન ખુલ્લી કાયે કાઉસગ્ગ ધ્યાને રહેતા. તે કોઈ વખત જે સ્થાનથી જોતાં માણસ ચકરી ખાઈ નીચે પડે તેવા શિખર પર પર્વતસમાં અઠગ પ્રભુ ધ્યાનારૂઢ બનતા. આમ વિહા૨માં તેમણે અનેક તપ, અભિગ્રહ અને નિયમો ધારણ કરી બાર વર્ષ પસાર કર્યો. ત્યાર બાદ ભગવાન એક વખત સહસ્તામ્ર વનમાં સસપણું વૃક્ષ નીચે છઠતપ કરી કાઉસગ ધ્યાને રહ્યા. મેરૂના જેવા નિશ્ચળ ભગવાન આ ધ્યાનમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ, સૂકમસં૫રાય અને ક્ષીણમોહ ગુણઠાણુમાંથી પસાર થઈ ચારઘાતિ કર્મોને ક્ષય કરી સયોગિ ગુડાણામાં દાખલ થયા કે તુર્ત તેમને પોષ સુદ ૧૧ ના દિવસે રોહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. ભગવાને હસ્તકમળની પેઠે જગતના સર્વ ભાવે જાણ્યા. દેનાં આસને પ્યાં. સર્વ જગ્યાએ આનંદ આનંદ ફેલાયો. કુદરત પણ ભગવાનના કેવલ્ય પ્રાપ્તિના ઉત્સવમાં ભાગ લેતા જીને પ્રસન્ન થઈ સત્કાર કરવા લાગી.
વાયુદેવે કાંટા અને કાંકરા રહિત જન જમીન કરી અને મેઘદેવે તે જમીનને વૃષ્ટિવડે પલ્લવિત કરી સુગંધમય બનાવી કે તુર્ત વ્યંતર દેવે તે જમીનને સુવર્ણથી જડી દીધી. આ પછી સુવર્ણ જડિત તે પૃથ્વી પર આકાશમાંથી પંચવિધ પુષ્પની વૃષ્ટિ થઈ. અને જોતજોતામાં જાનુ સુધી ઉભરાઈ. ભવનપતિ દેવેએ મધ્યમાં મણિપીઠ બાંધી. પ્રથમ સોનાના કાંગરાવાળે રૂપનો ગઢ, જોતિષી દેએ બીજે મણિના કાંગરાવાળો સુવર્ણગઢ અને વૈમાનિક દેએ માણિક્યના કાંગરાવાળો રત્નને ત્રીજે ગઢ બનાવ્યો દરેક ગઢને ચાર ચાર દરવાજા અને દરેક દરવાજે દેવે પ્રાતિહાર્ય બની ઉભા રહ્યા. ગઢની અંદર મધ્યભાગમાં જૈનધર્મ સર્વ ધર્મ કરતાં ઉંચે છે તે જણાવતું એક ગાઉ અને ચૌદસે ધનુષ્ય ઉંચું ચિત્યવૃક્ષ પણ દેવોએ ઉભું કર્યું. તેમજ ધૂપઘટાઓ, દેવછંદ, ભામંડલ, ચામર, છત્ર, ચક્ર વિગેરે વિવિધ વિભૂતિ અને પર્ષદાઓની ગોઠવણ પૂર્વક સમવસરણની રચના થઈ. નવ સુવર્ણ કમળ ઉપર પાન્યાસ કરતા ભગવાને પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, અને સરિ નમઃ' કહી ભગવાન સિંહાસન ઉપર આરૂઢ થયા કે તુર્ત તેમના પ્રતિબિંબ ત્રણે દિશામાં દેએ વિદુર્થી. દે, દાન, રાજાઓ, માણ, પશુઓ, અને જગતના વિવિધ જંતુગણુથી બારે ૫ર્ષદા પૂર્ણ બની. સગર પણ ત્યાં આવી ઈન્દ્રની પાછળ બેઠા,
ભગવાન સિંહાસન ઉપર બેઠા બાદ શક્રેન્દ્ર ઉભે થયેતેણે ભગવાન અને પર્ષદાને નમી ભગવાનની સ્તુતિ આરંભી અને જગતના પ્રાણીઓને જણાવ્યું કે “તરણ તારણ ભગવાન સિવાય આ સંસારમાં બીજું કે ઉપકારી નથી ત્યારબાદ ભગવાને દેશનામાં કર્મ, બન્ય, મુક્તિ અને જગતની સ્થિતિ જણાવતી દેશના આપી. આ દેશનાથી હજારો નરનારીઓ પ્રતિબંધ પામ્યાં. અને ભગવંતના ચરણે પોતાનું જીવન ધરી તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ભગવાનના કાકા સુમિત્ર જે ઘણા વર્ષથી ભાવયતિપણે જીવન ગાળતા