________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૫૯ ] વાથી જ મુક્ત થાય છે. આવા સ્વરૂપવાળે પરમાત્મા છે એમ જેણે જાણ્યું છે, ભાવથી તેને જેણે સ્વીકાર કર્યો છે તેવા નિર્ણયવાળા જીને દેવના સંબંધમાં કોઈ કારણથી વિવાદ ઉત્પન્ન થતો નથી અર્થાત જુદા જુદા નામથી તે વિવાદ કરતું નથી. જેઓ પોતાની અજ્ઞાનતાવડે રાગદ્વેષ અને મેહવાળામાં દેવપણાની કલ્પના કરે છે, માન્યતા રાખે છે, તેને તરવજ્ઞ પુરુષો કરુણાબુદ્ધિથી મના કરે છે કે તે દેવ ન કહેવાય.
આ પ્રમાણે પુંડરીક તને તાત્વિક દેવનું સ્વરૂપ નિવેદિત કર્યું, તે દેવનું સ્વરૂપ પ્રમાણસિદ્ધ હેવાથી સર્વ ધર્મવાળાને એક જ વીતરાગ દેવ છે.
- વિશ્વમાં એક જ ધર્મ છે--
પંડરીક ! પારમાર્થિક દષ્ટિએ વિચારતાં શુદ્ધ ગુણરૂપ કલ્યાણ કરવાવાળે ધર્મ પણ વિશ્વમાં એક જ છે. તે શુદ્ધ ગુણે દશ છે, તેમાં સર્વ ધર્મોને સમાવેશ થઈ જાય છે. પ્રથમ ગુણ ક્ષમા રાખવી-ક્રોધને નાશ કરે. બીજો ગુણ નમ્રતા રાખવી–અભિમાનને નાશ કરે. ત્રીજો ગુણ શૌચ એટલે બાહ્ય શરીરની પવિત્રતા જાળવવી, શરીરથી કેઈને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ ન કરવી અને અત્યંતર શૌચમાં મનની પવિત્રતા રાખવી. ચેથી ગુણ તપ બાહ્ય અને અત્યંતર તપ કરે. બાહ્ય તપમાં ઈચ્છાનો નિરોધ થાય તેવી પ્રવૃત્તિ કરવી, અત્યંતર તપમાં કર્મને તપાવે-નાશ કરે તેવાં દયાનાદિ કરવા. સંયમ પાંચ ગુણ છે. ઈન્દ્રિયોને તથા મનને વશ કરવાં તે સંયમ છે. મુક્તિ છઠ્ઠો ગુણ છે. એટલે લોભનો ત્યાગ કરે, સતોષ (દ્રવ્યાદિકમાં) રાખ. સાત ગુણ સત્ય છે. સત્ય બોલવું, પ્રિય
કાળા દશ છે,
કાઇને નાશ
ગૌચ એ