________________
[ ૧૮ ]
શ્રી કÉરવિજયજી પરમાત્મા વિશ્વમાં એક જ છે. તે સર્વ જાણનાર હોવાથી સર્વજ્ઞ છે, સર્વ જેનાર હોવાથી સર્વદશી છે, રાગદ્વેષ રહિત હોવાથી નિર્મોહી છે. આવા સ્વરૂપવાળ દેવ જ્યારે દેહધારી હાય છે ત્યારે તેને સકલ–સાકાર કહેવામાં આવે છે, જ્યારે તે મોક્ષને પ્રાપ્ત થયેલ હોય છે ત્યારે તેને નિષ્કલ-નિરાકાર કહે છે. આ જ દેવ વિશ્વને પ્રભુ થવાને લાયક છે. આવા સ્વરૂપવાળા હોય તે જ દેવ કહેવાય છે. આ પ્રમાણે જેણે દેવના સંબંધમાં નિશ્ચય કર્યો છે તેને તે દેવના નામમાં વપરાયેલા વિવિધ શબ્દોથી ભેદબુદ્ધિ-જુદા જુદા દે છે તેવી બુદ્ધિ થતી નથી. તેવા ગુણવાળા દેવને કોઈ બુદ્ધ કહે, કઈ બ્રહ્મા કહે, કોઈ વિષ્ણુ કહે, કઈ મહેશ્વર કહે અને કઈ જિનેશ્વર કહે છે તેમાં કઈ પણ પ્રકારે અર્થને ભેદ થતો નથી. જે પરમાર્થ એક છે તો પછી નામને ઝગડે કરવાનું કાંઈ કારણ નથી. પૂર્વે કહેલા ગુણવાળા તે પ્રભુને જાણીને જેઓ તેને ભજે છે તે તેને પ્રભુ છે. આ મારો દેવ છે અને આ તારો દેવ જુદો છે, એ તો કેવળ દૃષ જ છે. જે તેના તરફ પ્રેમ રાખીને તેનું ધ્યાન ભજન કરે છે તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. જે સર્વ કલેશથી રહિત છે, સર્વ જી ઉપર સમભાવ રાખનાર છે તે દેવે છે-એ નિશ્ચય કરનારને તેના આરાધનથી અવશ્ય લાભ થાય છે. સંસારી જીમાં જે વિવિધતા દેખાય છે તે વિવિધતા કર્મોની ઉત્પન્ન કરેલી છે. જ્યારે તે આત્મા કર્મપ્રપંચથી મુક્ત થાય છે ત્યારે તે પરમાત્માથી જુદો ગણી શકાતો નથી. તે પરમાત્મસ્વરૂપ જ છે. તે અશરીરી છતાં અનંત શક્તિથી પૂર્ણ છે. તેની આજ્ઞાનું આરાધન કરવાથી એટલે તેના કહેવા પ્રમાણે ચાલ