________________
લેખ સંગ્રહ : ૪
[ ૫૭ ] તેવા મુમુક્ષુ જીએ રાગદ્વેષનો નાશ કરનાર વિવિધ ઉપાયેવડે મનની કલપનાંવાળા જાળાંને તેડી નાંખવાં, વિકલ્પ બંધ કરી દેવા અને સ્વસ્વરૂપમાં તદાકાર થઈને રહેવું એ ઉત્તમ પ્રકારનું સ્થાન છે.
ધ્યેયની વ્યાપકતાજે વિવિધ પ્રકારની રુચિવાળ હોય છે. કેઈન કેઈ એક મકારે તો કોઈને બીજા જ પ્રકારે ચિત્તની શુદ્ધિ થાય છે. ભગવાને અનેક આલંબનો બતાવ્યાં છે છતાં જેવું સામું આલંબન તેવું ચિત્ત થાય છે. સારા આલંબનથી ચિત્ત સારો આકાર ધારણ કરે છે, ખરાબ આલંબનથી ચિત્ત અશુભ આકાર ધારણ કરે છે. આ વાત દરેકને અનુભવસિદ્ધ છે ચિત્તની સ્થિરતા માટે જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, મન રાગદ્વેષ વિનાનું બને તેવું રાગદ્વેષ રહિત પરમાત્માનું ધ્યાન કરવું તે ઉત્તમ છે. આ ઉત્તમ પ્રકારનું શુભ આલંબન છે તેથી જીવને પુન્યપ્રકૃતિ બંધાય છે. આ આલંબન દઢ થતાં તે આલંબનનો પણ ત્યાગ કરીને આત્માએ આત્માકાર-સ્વસ્વરૂપે પરિણમી રહેવું તે ઉત્તમોત્તમ ધ્યાન છે, તેથી કર્મોને નાશ થાય છે અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. આ સ્વગત તત્તવનું ધ્યાન છે. વીતરાગ પરમાત્માદિનું ધ્યાન તે પરગત તત્ત્વ છે. સ્વગત તત્ત્વના ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે ત્યારે પરગત તત્ત્વના નામ-સ્મરણ, ધ્યાનાદિથી શ્રેષ્ઠ પુન્ય બંધાય છે, પરંપરાએ તે મોક્ષનું પણ કારણ છે. - વિશ્વમાં પરમાત્મા એક છે – : ધ્યાન કરવા માટે જેનું આલંબન લેવામાં આવે છે તે