________________
- [ પ ]
શ્રી કરવિજયજી આકારે પરિણમવું, તદાકાર થવું એ કર્મથી બંધાયેલા આત્માને ગમે છે અને તે પરિણમન પામીને રાગદ્વેષ કરે છે. આ જીવને સ્વભાવ છે કે સારા યા માઠા કારણમાં પરિણમી આત્મા પુન્યપાપથી બંધાય છે, પણ જ્યારે કે શુભાશુભ પરિણમે આત્મા ! પરિણમતો નથી ત્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવમાં રહે છે. આ રાગદ્વેષ વિનાની મધ્યસ્થ દશામાં રહેવાથી આત્મા કર્મોથી છૂટે છે.
હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, ધનાદિને સંચય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ, નિંદા ઈત્યાદિમાં મન આદિની પ્રવૃત્તિ કરવી, મનમાં તેને લગતા વિચાર-વિકલ્પો કરવા એ બધાથી અશુભ કલે–વિચાર પ્રગટે છે. જેમ અપગ્ય ભજન કરતાં રોગની વૃદ્ધિ થાય છે તેમ આ હિંસાદિકની પ્રવૃત્તિવાળા વિચારથી પાપકર્મની વૃદ્ધિ થાય છે. જેમ પચ્ચ ભેજન કરવાથી સુખ અને પુષ્ટિ થાય છે તેમ અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, વૈરાગ્ય, પ્રેમ, શાંતિ, પરોપકાર, પ્રભુમરણ, સેવાધર્મ વિગેરેના વિચારો કરવાથી શુભ કલ્ફ-શુભ વિચારે પ્રગટે છે. . આ બને શુભાશુભ વિચારોવાળા મનમાં ઉત્પન્ન થતા કલૅલેવડે આત્મા પુન્ય–પાપથી બંધાય છે. આ બને મનની કપનાવાળા જાળાંને ત્યજી દઈને, આત્મા ઉદાસીનતાવાળી મનની શાંત સ્થિતિમાં રહે છે તે ધ્યાન કહેવાય છે. આ ધ્યાનથી કેવળ કર્મની નિર્જરા થાય છે, કેમકે તેટલા વખત માટે આત્મા પોતાના આત્મામાં પરિણમી રહે છે. આ સ્થાને રાગદ્વેષ ન હેવાથી આવતા કર્મો અટકી જવારૂપ સંવર થાય છે અને . પૂર્વના બાંધેલાં કર્મોનો નાશ થવારૂપ નિર્જરા પણ થાય છે; માટે