________________
લેખ સંગ્રહ : ૪ :
[ પ ] પ્રાપ્ત થાય તે તેને માટે ઉત્તમ ઔષધ છે, તેવી રીતે જે ઉપાયથી રાગદ્વેષ અને મેહરૂપ દોષે –આંતરવ્યાધિઓ નાશ પામે, આત્માને નિર્મળ કરે, તે ઉપાય જેન દર્શનમાં હેય કે જેનેતરમાં હોય છતાં તે સર્વજ્ઞના મતને અનુકૂળસંમત છે. અને જે અનુષ્ઠાન મનને મલિન કરનારાં–મોક્ષને હઠાવનારા છે તે અનુષ્ઠાન કરનાર જૈન મુનિ હોય કે જેના ગૃહસ્થ હોય પણ તે અનુષ્ઠાને જૈનદર્શનથી બહારનાં છે.
ચિત્તની નિર્મળતા કરનાર સત્ય તત્વનું જ્ઞાન અને વિશુદ્ધ વર્તન ગમે તે દર્શનમાં હોય તો તેથી મોક્ષપ્રાપ્તિ થાય છે. ' આત્માને વિકાસ કરવામાં બાહ્ય વેષને મુખ્ય સ્થાન નથી પણ નિર્મળતાને-રાગદ્વેષની મંદતાને અને આત્માના ઉપયોગની અખંડ જાગૃતિને મુખ્ય સ્થાન આપ્યું છે.
ચાનની વ્યાપકતા- . દયાનાગ સર્ષથી શ્રેષ્ઠ છે, મોક્ષને તે સાધક છે, સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલા છે જે તેને સાધે છે.
ધ્યાગ કરનાર જીએ એકાંત સ્થાને બેસીને પોતાના ભાવમનવડે ઉપગદ્વારા અંતરમાં જોયા કરવું. મનમાં જે અશુભ વિચરે આવે તો સમજવું કે તે વિચારોથી પાપબધ થાય છે.
જે મનમાં શુભ વિચારે આવે છે તે ઉદાસીનતાવાળી સ્થિતિ કહેવાય છે. આ સ્થિતિમાં વધારે વખત સ્થિરતા કરવાથી આત્માં કર્મને તોડી નાખી મુક્ત થાય છે. -
આત્માને પરિણમન ધર્મ- સંસારી આત્મામાં પરિણમન ધર્મ રહેલો છે. કેઈ ને કઈ