________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૫૩ ] જિજ્ઞાસા રજૂ કરે છે. ગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માને તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે.
[ આ. પ્ર. પુ. ૩૩, ૫. ૧૯૯ ] વિશ્વવ્યાપક જૈન દર્શન. . (આત્માને ક્રમિક વિકાસ અને મહામહ-પરાજય)
આગમને સાર શું છે? પુંડરીક મુનિએ એક વખત ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કે પ્રભુ! ચૌદ પૂર્વનું જ્ઞાન તો એક સમુદ્ર જેવું છે, એનો સાર ટૂંકામાં મને જણાવશે ? * આગમને સાર થાનગ–
સમતભદ્રાચાર્યે જણાવ્યું “પુંડરીક ! આખા જૈન આગમને સાર નિર્મળ થાનગ છે. આખા સિદ્ધાંત-સમુદ્રનો સાર ફક્ત આ શબ્દમાં આવી જાય છે. જેનશાસ્ત્રમાં શહધર્મને અંગે તથા ત્યાગી સાધુધર્મને અંગે જે મૂળગુણો અને ઉત્તરગુણે બતાવ્યા છે, જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે તે સર્વ કરીને પણ અંતે ધ્યાન કરવાનું છે. આ સર્વ પાંચ મહાવ્રત કે - બાર પ્રતાદિ ગુણે અને કરાતી તપ, જપ, સેવા, ભક્તિ, દાનાદિ ક્રિયાઓને હેતુ થાનગ, સાધવાનો છે.
ધ્યાન માટે મનની શુદ્ધિ– મુક્તિને માટે ધ્યાનની જરૂર છે અને ધ્યાનની સિદ્ધિ માટે મનને નિર્મળ કરવાની જરૂર છે. મનને નિર્મળ કરવામાં અહિંસાદિ સાધને ઉપયોગી છે. આ પ્રમાણે આ બધાં