________________
લેખસંગ્રહ : ૪ :
[૫૧] શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળ આત્મા ભેગેનાં પ્રબળ પ્રલોભનોમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે તરત છટકી જાય છે.
- નેમિનાથ કણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉત્પાદન શુદ્ધ થયું હતું, તેનો અંતરાત્મા સ્ફટિક જે ઊજળો હતો, હજીએ તેને ઉન્નત દશામાં જવું હતું, તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું.
ભવન, સર્વાગ સામ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું નહતું. કૃષ્ણ મહારાજાના અતિ આગ્રહવશાત તેમનું સગપણ ઉગ્રસેન મહારાજાની રંભા સમાન સ્વરૂપવતી રાજીમતી નામની કન્યા સાથે થયું.'
- ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે નેમિકુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશુઓને પિકાર સાંભળી સારથિને પૂછયું કે આ બિચારા શા સારુ પીડાય છે ? સારથીએ કહ્યું: પ્રભુ! એ તે આપના લગ્નમાં આવેલા મીજમાનનાં ભેજન માટે બાંધી રાખ્યાં છે.
મારાં લગ્ન નિમિત્તે આ ઘોર હિંસા! તેજીને ટકેર બસ છે. તે જ વખતે લગ્નને હર્ષ સુકાઈ ગયે. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભેગવિલાસ એ બધું તજી દઈ મહાગી થયા. સહજ વિચાર જીવનના કેવા પલટી કરી મૂકે છે? સાવધ થયેલે આત્મા શું નથી કરી શકતો ? . . . .