________________
[ ૪૮ ]
શ્રી કરવિજયજી ૨૦. વીરશિષ્ય ગેસમાદિકની પેઠે અપ્રમત્તપણે વર્તવાથી બેડે પાર થાય છે. ભવસમુદ્ર તરી શકાય છે. . . -
૨૧. સંયમીને અંત સુધી રણસંગ્રામમાં મેખરે ઝૂઝનારા વીરપુરુષની ઉપમા અપાય છે. એવા જ મુનિ પારગામી થઈ શકે છે. તે સંયમમાં સ્થિર રહે તો કદાપિ ગભરાઈને પાછો ન હઠે
૨૨. ઈન્દ્રિયેના સંબંધમાં આવેલા તમામ વિષયને અનુભવવા એ શક્ય નથી, પરંતુ સંયમી પુરુષ તેમાં થતાં રાગ-દ્વેષ– (આસક્તિ)નો ત્યાગ કરે એ માર્ગ શક્ય અને હિતકર છે.
૨૩. જે જ્ઞાની સુવિવેકી છે તેને માટે કશા ઉપદેશની જરૂર નથી.
૨૪. કુશળ પુરુષ કંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ નથી અને મુક્ત પણ નથી તે પણ લેકચિને બધી રીતે બરાબર સમજીને, સંયમને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષોએ ન આચરેલાં કર્મો આચરતો નથી. (એવું ડહાપણભર્યું આચરણ કરવાનું તે ભૂલતો નથી).
૨૫. એક બીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય ? ખરે મુનિ તે સમતાને બરાબર સમજીને પિતાના આત્માને નિર્મળ કરનારે હાય છે.
૨૬જે સરલ હેય, મુમુક્ષુ હોય અને અદંભી હોય તે જ સાચે અણગાર છે. જે માણસ શ્રદ્ધાથી ગૃહત્યાગ કરે તે જ શ્રદ્ધાને, શંકાઓ અને આસક્તિ છોડી સદા ટકાવી શકે. વીરપુરુષો એ જ કલ્યાણકારી મહામાર્ગે જ ચાલેલા છે.
ર૭. સુખ-દુઃખમાં સમભાવ રાખી જ્ઞાની પુરુષોના સંગમાં રહેવું અને કઈ પણ પ્રાણુને પોતાની કેઈ પણ ક્રિયાથી