________________
લેખ સંગ્રહ : ૪:
[ ૪૭ ] બરાબર જાણે અને જે વિષયનું સ્વરૂપ નથી જાણતો તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતા.
૧૩. મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે બંધનથી છૂટા થવું એ તારા જ હાથમાં છે, માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને હે પરમ ચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે એમ હું કહું છું.
૧૪. હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહારનાની સાથે યુદ્ધ કરવાથી શું ? પિતાની જાત જેવી યુદ્ધને બીજી વસ્તુ મળવી દુર્લભ છે.
૧૫. હે ભાઈ ! તું જ તારો મિત્ર છે, બહાર ક્યાં મિત્ર શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખીશ તો બધા દુઃખોથી મુક્ત થઈ શકીશ. - ૧૬. પ્રમાદીને બધે પ્રકારે ભય છે; અપ્રમાદીને કોઈ પ્રકારે ભય નથી. તે સદા નિર્ભય છે.
૧૭. ધર્મને જ્ઞાની પુરુષ પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખે, પરંતુ પ્રાપ્ત થયેલા ભેગ પદાર્થમાંથી પણ વૈરાગ્ય મેળવી લેકપ્રવાહને અનુસરવાનું છોડી દેવું.
૧૮. જગતમાં જ્યાં જુઓ ત્યાં આરામ-સુખશીલતા દીસે છે એમ સમજી, ત્યાંથી ઇંદ્રિયાને હઠાવી લઈ સંયમી પુરુષે જિતેન્દ્રિય થઈને વિચરવું. . . - ૧૯. જે પિતાનાં કાર્યો સાધવા ઈરછે છે તેવા વીરપુરુષે હમેશાં જ્ઞાનીના કહ્યા મુજબ પરાક્રમ કરવું. '