________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી અને તેને પરિણામે કામ–ગુણામાં આસક્તિ એ જ હિંસા છે, માટે બુદ્ધિમાને પ્રમાદથી જે “મેં પહેલું કર્યું તે હવેથી નહિ કરું”
એ દઢ નિશ્ચય કર જોઈએ. જે માણસ વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ જોઈ શકે છે, તે જ તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે માણસ પોતાનું દુઃખ જાણે છે તે જ બીજાનું દુઃખ જાણે છે અને જે બીજાનું દુ:ખ જાણે છે તે જ પિતાનું દુઃખ પણ જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા નથી ઈચ્છતા.
૯. મનુષ્ય અન્ય જીવોની રક્ષાની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે તે પિતાની બાબતમાં બેદરકાર રહે છે, તેમ જ જે પોતાની બાબતમાં બેદરકાર રહે છે તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે.
૧૦. હિંસાના મૂળભૂત હેઈ, કામગુણે જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણનું બીજું નામ જ છે. બધી બાજુ અનેક પ્રકારના રૂપ જેતે અને શબ્દો સાંભળતે મનુષ્ય તે બધામાં આસક્ત થાય છે તેનું નામ જ સંસાર છે. એ માણસ મહાપુરુષોએ બતાવેલે માર્ગે ચાલી શકતો નથી પરંતુ ફરી ફરીને કામગુણોને. આસ્વાદ લેત, હિંસાદિ અશુભ પ્રવૃત્તિઓ કરતા પ્રમાદંપૂર્વક સંસારમાં જ મૂછિત રહે છે.
૧૧. જે મનુષ્ય શબ્દાદિ કામગુણામાં રહેલી હિંસાને જાણ વામાં કુશળ છે તે અહિંસાને સમજવામાં કુશળ છે અને જે અહિંસાને સમજવામાં કુશળ છે તે શબ્દાદિ કામગુણામાં રહેલી હિંસાને સમજવામાં કુશળ છે.
૧૨. વિષયેના સવરૂપને જે બરાબર જાણે તે સંસારને