________________
લેખ સંગ્રહ : ૪ :
[ પ ] પડે છે માટે જ્યાં સુધી પોતાની ઉમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી તથા છાત્રાદિ ઇદ્રિનું બળ તેમજ પ્રજ્ઞા-સ્મૃતિ-મેધા વિગેરે કાયમ છે ત્યાંસુધી અવસર ઓળખી શાણા પુરુષે પોતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ.
૫. જેઓ કામગુણોને ઓળંગી જાય છે તેઓ ખરેખર મુક્ત છે. અકામથી કામને દૂર કરતાં તેઓ પ્રાપ્ત થયેલા કામગુણમાં પણ ખૂંચતા નથી.
૬. કામગોમાં સતત મૂઢ રહે તે માણસ ધર્મને ઓળખી શક્તો નથી. વીર ભગવાને કહ્યું છે કે મહામેહમાં બીલકુલ પ્રમાદ ન કરે. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ?
૭. બધાં પ્રાણીઓને જીવન અને સુખ પ્રિય છે તથા દુઃખ અને મરણ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. બધાને જીવિત પ્રિય છે. પ્રમાદને લીધે પ્રાણોને અત્યારસુધી જે વ્યથા આપી છે તેને સમજીને ફરીથી તેવું ન કરવું તેનું નામ ખરી સમજ છે, અને એ જ કર્મોની ઉપશાંતિ છે. ભગવાને આપેલી આ સમાજને સમજ અને સત્ય માટે ઉદ્યમવંત થયેલે મનુષ્ય કેઈપણ પ્રકારનું પાપકર્મ કરે નહિં કે કરાવે નહિ. (કારણ કે પાપકર્મ માત્રમાં કોઈ ને કઈ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલા જ હોય છે.)
૮. જે અહિંસામાં કુશળ છે અને જે કર્મબંધથી મુક્તિ મેળવવાના જ પ્રયત્નમાં રહે છે તે સાચે બુદ્ધિમાન છે. પ્રમાદ