________________
લેખ સંગ્રહ : ૪ : '
[ ૪૧ ] તે તેમની આંખો સામે લૂંટાતા ધર્મ–ધન અને તીર્થ–ધનને તેઓ કંગાળ વદને ટગમગ જોઈ બેસી ન રહે. પિોતાના ધર્મ– ધનની રક્ષા માટે તેમને પરમુખપ્રેક્ષી બનવું પડે છે. આડાંઅવળાં ફાંફાં મારવા સિવાય બીજો શો રસ્તો તેમને હાઈ શકે? ગુલામ બની બીજાની કૃપાના ટુકડા માટે ફાંફાં મારનાર તે કમજોરથી બીજું શું થઈ શકે ? લક્ષ્મીના મદ ઉપર તેઓ ગમે તેટલા ઝઝે, જેર મારે અને કદાચ પૈસાના પાણી કરી લાખના બાર હજાર મેળવે તે પણ તે મળે ટુકડે ગુલામને સ્વાધીન નથી રહી શકતો. માયકાંગલાઓના હાથમાંથી તે ટુકડે છીનાવી લેવામાં સત્તાધીશે યા વિધમી બળવાનેને કેટલીવાર લાગવાની હતી?
જે કર્મ–શર હોય તે જ ધર્મશુર હોય એ કેણ નથી જાણતું ? નમો રિહંતાણં જે નવકાર મગ્નને પ્રથમ સૂત્રપાત છે તેમાં જે અરિને મારનારાઓને નમસ્કાર કરવામાં આવે છે એ મંગળમય નમસ્કારમાં કોઈ વિલક્ષણ જુસ્સે ભર્યો છે. પરમ પૂજનીય મંત્રવિનિમાં કઈ એવી વીજળી મૂકી છે જેનું ધ્યાન આત્મામાં એક મહાન બળ રેડે છે. જો કે તે અરિઆદિથી રાગદ્વેષાદિ ભાવ અરિઓ લેવાય છે પણ તે ભાવ અરિઓને સંપૂર્ણ હણવા માટે પરમત્કૃષ્ટ શરીરબળની પણ અનિવાર્ય આવશ્યકતા છે એ વાતની કઈ ના પાડી શકે તેમ નથી. જેનશાસ્ત્ર ખુલ્લું જણાવે છે કે મુક્તિપ્રાપ્તિ માટે જેમ સમ્યગદર્શનાદિ આત્યંતર સામગ્રીની આવશ્યકતા છે તેમ પરમેસ્કૃષ્ટ શરીરબળની પણ આવશ્યકતા છે–એ વગર મુક્તિ કદી મળે જ નહિ એ મહાવીરને ઉષ છે.