________________
[૩૮]
શ્રી કરવિજયજી ક્ષત્રિને માટે ઊઘાડે છે. મહાવીર પ્રવચનના અધિકારી ચંડાળ અને અત્યજે પણ તેટલે દરજજે છે કે જેટલે દરજે વાણિયા, બ્રાહ્મણ ને ક્ષત્રિો છે. સમ્યક્ત્વ, શ્રાવકધર્મ, સાધુધર્મ અને શ્રેણુગત અવસ્થા જેમ વાણિયા, બ્રાહ્મણે ને ક્ષત્રિય પામી શકે તેમ અંત્ય અને ચંડાળ પણ પામી શકે. તેની વ્યાખ્યાન પરિષદમાં બધાને સ્થાન છે. મહાવીરની આ સામ્યદષ્ટિ છે. આ તેને સામ્યવાદ છે. આ તેના શાસનની પ્રાણશક્તિ છે. તેને લક્ષાવધિ વ્રતધારી શ્રાવકેમાં ઉત્કૃષ્ટ ગણાતા દસ શ્રાવકમાં પણ કણબી, કુંભાર જેવા શૂદ્રવર્ણના પણ હતા. અહિંસા
અહિંસા એ સામ્યવાદનું સર્વસ્વ છે. મહાવીર અહિંસાની દેદીપ્યમાન મૂર્તિ છે. અહિંસાધર્મના પ્રચારકોમાં મહાવીર, સહુથો પુરોગામી છે. મહાવીરની અહિંસા વીરત્વપૂર્ણ છે અને તેનું સ્પષ્ટીકરણ અત્રે અસ્થાને નથી. ખાસ કરીને દેશની વર્તમાન સ્થિતિ અને સ્પષ્ટ લખવા પ્રેરે છે.
વાસ્તવમાં જે બળવાન અને બહાદુર હોય, દ્ધા અને બોદ્ધાબુદ્ધ-પંડિત હોય તે અહિંસા ધર્મનું પાલન બહુ સરસ રીતે કરી શકે. મહાવીરના શાસનમાં ગૃહસ્થને માટે અહિંસાનું ક્ષેત્ર નિરપરાધી સ્થલ (ત્રસ) જીવને જાણી જોઈને ન મારું” એટલા પ્રમાણવાળુનું છે. આ નિયમ પ્રમાણે અપરાધીને ઉચિત શિક્ષા ચા સજા આપવી એ ગૃહસ્થની નીતિરીતિને જેનશાસ્ત્ર નિષેધતું નથી. ખરી દયા શૂરવીર જ બજાવી શકે. જે નબળે અને શક્તિહીન હોય તે પોતાની આંખ સામે મરાતાં જાનવરે યા માણસને કંગાળ વદને ઊભે ઊભે ટગ ટગ જોયા કરશે. તેનાથી