________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૩૭ ] ૫. જે ભવભીરુ અને સર્વ સંગ તજી તુચ્છ વિષયસુખથી વિરામ પામ્યા હોય છે તેઓનું જ જીવિત પ્રશંસાપાત્ર છે.
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૧૫ ]
શ્રી વીરજયંતિ પ્રસંગે સહદય જનોના હિતાર્થે
કિંચિત્ વક્તવ્ય. મહાવીરનું પ્રવચન વિશ્વગામી, વિપગી અને વિશ્વકલ્યાણસાધક છે, એમ તટસ્થ જેનાર. કેઈપણ વિચારક કહી શકશે. તેનું તત્વજ્ઞાન એટલું બધું ગંભીર અને ગહન છે કે જે દુનિયાના મોટા ભાગને નવીન જેવું લાગે. કર્મના સિદ્ધાન્તોના વિષયમાં તેનું વિવેચન એટલું બધું બારીક અને વિસ્તૃત છે કેજગતના મોટા મોટા તત્વજ્ઞાનીઓને પણ વિસ્મયાવહ થઈ પડે. એ વીતરાગની પ્રવચનધારામાં જે વિરક્ત ભાવ ભર્યા હોય છે તે મહાન આકર્ષક છે, અને તેનાથી રાગાદિ મલગાલનનું કામ વિશિષ્ટરૂપે સધાય એ સ્વાભાવિક છે. સામ્યવર્ગ–
મહાવીરદેવ સામ્યવાદને અપનાવે છે. સામ્યવાદ એ તેને પ્રધાન સિદ્ધાંત છે. તેનું સ્પષ્ટ ફરમાન છે કે દુનિયાને કોઈ પણ માણસ તેના શાસનક્ષેત્રમાં પ્રવેશ કરી શકે. તેનું શાસન જાતિભેદથી નિયંત્રિત નથી. ગમે તે જાતિ, ગમે તે વર્ણ અને ગમે તે દેશને માણસ તેને અનુયાયી થઈ શકે. ચંડાળા, અત્યજે પણ તેના અનુયાયી બન્યા છે. ચંડોળો અને અન્ય જેને માટે પણ તેટલે જ મેક્ષ ઊઘાડે છે–એટલે વાણિયા, બ્રાહ્મણે અને