________________
[ ૩૬ ]
શ્રી કપૂરવિજયજી ખરા પંડિત કેવા હોય? ૧. જેઓ સંસારના વાસથી વિરક્ત હોય છે અને મોક્ષનું સુખ મેળવવામાં જ ઉત્સુક હોય છે તેઓને જ સત્પરુષો ખરા પંડિત કહે છે, તે સિવાયના પંડિત નામધારીએ તો ઊલટા પંડિત શબ્દના અર્થને વગોવનારા છે.
૨. શુભ મનભાવવાળા જેઓ સર્વ પ્રાણુઓ ઉપર સમભાવ–સમાનદષ્ટિ રાખે છે અને જેમણે સર્વથા પ્રકારે મમતાને ત્યાગ કરે છે તેઓ જ મોક્ષપુરીમાં જઈ શકે છે.
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૧૫ ] ખરા શૂરવીર કેવા હેાય? ખરા શૂરવીરનું લક્ષણ,
૧. ઇંદ્રિયને જય કરવામાં જે શૂરવીર હોય અને કર્મને બંધ કરવામાં કાયર હોય, જે તત્ત્વાર્થની વિચારણામાં મનને સ્થાપન કર્યું હોય, જે પિતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હાય, જે પરીસહાના સૈન્યનું દલન કરવામાં સમર્થ હોય અને કષાયને વિજય કરવામાં શૂરવીર હોય તે જ પરમાર્થથી શુરવીર કહેવાય છે.
૨. જેઓ સંસાર ઉછેદક ચારિત્રનું સદા પાલન કરે છે તેવા સંયમી જને જ રાગ-દ્વેષને ક્ષય કરી એક્ષપદને પામે છે. - ૩. જેઓ નિર્મળ ભાવે બ્રહ્મચર્યનું પાલન કરવામાં તત્પર રહે છે તે ધીર પુરુષો જ ખરું આત્મ-તત્વ ઉપાસી શકે છે.
' ૪. તેવા ધીર, વીર પુરુષ પ્રમાદ રહિત બની આત્મહિત સાધે છે.