________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૩પ ] ૨. તેમનું મન શાંત હોય છે, તેમની દષ્ટિ સામ્ય–સર્વ પ્રાણીઓ ઉપર સમાનતાવાળી હોય છે, તેમની ઇક્રિયે નિર્વિકારી હોય છે.
૩. તેઓ સર્વ જગજજીનું શુભ ઈચ્છે છે, તેમને મેહ શાંત થયેલું હોય છે. તેઓએ કામ અને ક્રોધને સર્વથા નાશ કરેલે હોય છે.
૪. તેમની કોઈ નિંદા કરે કે કઈ પ્રશંસા કરે તો તે બન્ને ઉપર તેઓ સમદષ્ટિવાળા હોય છે.
પ. તેઓ મેરુપર્વત જેવા ધીર હોય છે, પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહ હોય છે.
૬. તેઓએ ઇંદ્રિય, કોધ, લોભ અને ભયરૂપી શત્રુઓને પરાભવ કરેલું હોય છે. વળી તેઓ રાગદ્વેષથી રહિત હોય છે.
૭. સિદ્ધિરૂપી સ્ત્રીના સંગમની જ લાલસાવાળા હોય છે, નિરંતર જ્ઞાનને અભ્યાસ કરવામાં તત્પર હોય છે અને તેઓ નિરંતર પ્રશમરસમાં જ મગ્ન થયેલા હોય છે.
૮. આવા ઉત્તમ આદર્શ સાધુને દુર્લભ સમાગમ પામીને જે ભાગ્યવંત જ તેને દ્રવ્યભાવથી લાભ લઈ શકે છે તે સદ્ભાગી જીવનું જીવિત સફળ થઈ શકે છે.
૯. એવા ઉત્તમ આદર્શ સાધુઓનું જીવન અનુકરણ કરવા લાયક હાઈ પ્રશંસાપાત્ર છે.
[આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૦૯૮]