________________
[ ૭૪ ]
શ્રી
રવિજયજી
- "કેઈ એક ગચ્છમાં આચાર્ય સર્વ આગમન જાણુ છતાં દેવચેપગે સંયમમાં શિથિલ થઈ ગયા અને તેમને એક શિષ્ય સર્વ શાસ્ત્રમાં પારગામી થઈ, ક્રિયા-કાંડમાં બહુ ઉજમાળ રહેતા, તેથી શ્રાવકે તથા અન્ય સાધુઓ તે શિષ્યની પાસે બહેમાનપૂર્વક ધર્મ શ્રવણ કરવા લાગ્યા. આથી તે આચાર્ય મનમાં પ્રષ કરવા લાગ્યા તે પણ તે ગુણવાન શિષ્ય આચાર્યની સદા ઉચિત સેવા કરતો. બાદ આચાર્ય કલુષિત પરિણામથી કાળ કરી ઉદ્યાનમાં વિષધર (સર્પ) થયા અને શિષ્ય સાધુ આચાર્ય બન્યા. ધૈડિલ ભૂમિ જતાં અન્ય સાધુઓને મૂકી, નવા થયેલા આચાર્ય પ્રત્યે પ્રષથી પેલો વિષધર તેની સામે દોડવા લાગ્યા. એવામાં કઈ કેવળી ભગવાન ત્યાં પધાર્યા. તેમને તેનું સ્વરૂપ પૂછતાં તેમણે તેનું યથાર્થ સ્વરૂપ કહેવાથી શિષ્ય બહુ જ વૈરાગ્ય પામ્યા. પછી તે સર્પને પ્રતિબોધવા માટે તેના પૂર્વભવનું સ્વરૂપ જ ઉપાયરૂપ જાણું તે પૂર્વવૃત્તાંત સર્પને સંભળાવવાથી તે સર્પ જાતિસ્મરણજ્ઞાન પામી, અનશન આદરી દેવગતિ પામે. પ્રધેષ કરવાનાં કડવાં વિપાક સમજીને સુજ્ઞજનોએ કોઈના ઉપર પ્રષ ન જ કરે, પરંતુ ગુણાનુરાગી બની આત્મ ઉન્નતિ સાધવી.
(આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૭૫) શાસનસિક શુદ્ધ મુનિઓ કેવા હોય? ૧. મુનિએ પરિસહા(અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને)ને સહન કરવા–જીતવા સમર્થ હોય છે, કર્મને ક્ષય કરવા શક્તિમાને હોય છે, જ્ઞાન-ધ્યાન અને તારૂપી અલંકારવડે સુશોભિત હોય છે તથા શુદ્ધ આચારમાં તત્પર હોય છે.