________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૩૩ ] ૭. પ્રષ-ઈષ્ય-અદેખાઈ વગર પારકા દોષ કહેવાતા નથી, અને તે પ્રશ્લેષાદિક ભાવવૃદ્ધિનું કારણ છે એમ સમજી પરનિંદાઅવર્ણવાદ પરિહરવા યોગ્ય છે. આ વિષયમાં ક્ષપક, કુંતલદેવી અને એક આચાર્યનાં ઉદાહરણો નીચે મુજબ જાણવાં. . . . ( ૧ )
કુસુમપુરમાં અગ્નિશિખ નામને ક્ષપક-સાધુ ચાતુર્માસ માટે કેઇ એક ગૃહસ્થના ઘરના નીચલા ભાગમાં રહે હતો. એવામાં
ત્યાં અરુણ નામનો અન્ય સાધુ આવીને ઉપલા ભાગમાં રહ્યો. તે સંયમાચારણમાં શિથિલ હતો, જ્યારે ક્ષેપક સાધુ અનેક પ્રકારનાં આકરાં તપ કરતે હતો, પણ સાથોસાથ શિથિલાચારી અરુણની નિંદા કરતો હતો તેથી ઘણાં ભવ વધાર્યા. શિથિલ સાધુ તે ક્ષપક સાધુની તપકરણી વિગેરે જેઈને પ્રમુદિત થઈ તેની
સ્તુતિ–પ્રશંસા કર્યા કરતો હતો તેથી તેને ભવભ્રમણ ઓછું થયું, એમ સમજી સુજ્ઞ જેનેએ ગુણાનુરાગી જ થવું ઉચિત છે.
( ૨ ) 'કઈ એક નગરમાં જિતશત્રુ રાજાની અનેક રાણીઓએ જિનપ્રાસાદ કરાવી તેમાં મહત્સવ કરાવ્યું તે દેખી રાજાની પટ્ટરાણું કુંતલદેવી દ્વેષ કરતી મરીને કૂતરી થઈ, પ્રાસાદ દ્વારે રહેવા લાગી. કેઈ એક જ્ઞાની મહાત્માએ તેના પૂર્વભવનું સ્વરૂપ કહેવાથી જાતિસમરણ જ્ઞાન પામી, અનશન આદરી તે સ્વગઈ. એવી રીતે છેષનાં માઠાં ફળ જાણું સુજ્ઞ જનોએ ઉક્ત દુષ–દેષ અવશ્ય પરિહર, જેથી સત્ય-શાન્તિપૂર્વક જીવ
ન્નતિ સાધી શકે.'