________________
[ ૩ર ]
શ્રી કર્ખરવિજયજી મરણનાં દુઃખથકી આત્મા શી રીતે છૂટે તેને વિચાર કર, વિચાર કરી અને આ મહાપાપસ્થાનકથી પાછા ઓસર.
૩. પારકા દેષને કહેવાથી, તું નથી તો પામતે દ્રવ્ય કે નથી પામતો યશ, ઊલટો તેમ કરવાથી પિતાના સ્વજન સંબંધીને પણ તું શત્રુ બનાવે છે અને મહાર દુઃખદાયી કર્મ બાંધે છે, માટે પરદેષકથનથી પાછા નિવ, પાછો નિવ..
૪. શાસ્ત્રમાં નિર્ગુણ જીવ ઉપર મધ્યસ્થ ભાવના રાખવી કહી છે અને પરદોષગ્રહણ કરવાનું તે અન્ય દર્શનીઓએ પણ નિષેધ્યું છે, તો પછી પરમ પવિત્ર વીતરાગપ્રણીત દર્શનનું તે કહેવું જ શું? તેને વિચાર કર ને તે મહાદેષથી પાછો ઓસર:
૫. પારકા દેષને અને ગુણને સ્વયં સાક્ષાત્ ગ્રહણ કરતાં મનુષ્ય પોતાના આત્માને જ અનુક્રમે દોષવાન અને ગુણવાન બનાવે છે, એમ સમજી સદ્ગણું બનવા ઈચ્છતા જનોએ પરના સદ્ગણે જ ગ્રહણ કરવા અને દોષની ઉપેક્ષા કરવી તે જ ઉચિત છે.
૬. જેનામાં અનેક સદ્ગણે હાય એવા જગતમાં બહુ વિરલા જ જણાય છે, પરંતુ એક જ્ઞાનાદિક પુર્ણ ગુણવાળા જીવો પણ સર્વત્ર જણાતા નથી. તેવા એકાદ પુષ્ટ ગુણવાળા કેઈ સ્થળે જ લાભ છે. ગુણરહિત છતાં જેનામાં રાગ-દ્વેષાદિક પ્રબળ દેશે નથી તેમનું પણું કલ્યાણ સંભવે છે, તેમ જ જેનામાં અતિ અલ્પ દોષ છે તેમની પણ અમે પ્રશંસા કરીએ છીએ. મતલબ કે તેઓ પણ ઉન્નતિના માર્ગ ઉપર હોવાથી અનુક્રમે આત્મ–ઉન્નતિ કરશે જ, તેથી તે સર્વે અનુમોદન કરવા
ગ્ય જણાય છે.