________________
[ ૩૦ ]
શ્રી કર્ખરવિજયજી ધર્મસ્થિરતા ગુણમાં કર જોઈ દઢ પ્રયત્ન.
૧. ધર્મના પ્રભાવે જે સુખસંપત્તિ પામ્યા છતાં જે કોઈ ધર્મની જ અવલેહના–અવગણના કરે છે તે પકારી ધર્મને દ્રોહ કરનારે પિતાનું ભવિષ્ય શી રીતે સુધારી શકશે?
૨. એમ સમજી. સાધુધર્મ કે ગૃહસ્થ ધર્મનું યથાવિધિ સેવન કરવા દઢ પ્રયત્ન કરે ઘટે, કેમ કે શાસ્ત્રમાં આ મનુષ્યભવાદિક સામગ્રી ફરી ફરી મળવી દુર્લભ છે.
૩. કઈ રીતે પૂર્વ પુનેગે આવી સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદથી ધર્મનું સેવન કરતો નથી તેમને પાછળથી અવસાન વખતે બહુ બહુ ઝરવું પડે છે, તેમ જ અત્યંત દુઃખી થવું પડે છે.
૪. કાદવમાં ખચેલે હાથી, ગલગ્રહિત મચ્છ, જાળમાં ફસાયેલ મૃગલે અને પાશમાં પડેલું પંખી જેમ ઝૂરે છે તેમ સુકૃતકમાણી વગરના જીવને મરણ સમયે ઝરવું પડે છે.
૫. લક્ષ્મી, દૈવન અને આયુષ્ય વિગેરે અસ્થિર હોવાથી ધર્મસેવનમાં જે પ્રમાદ કરે છે તે કાપુરુષ છે, સતપુરુષ નથી. જે માણસ ધર્મસાધન કરવામાં વાયદા કરે છે અને આ દેખાતી ક્ષણિક વસ્તુઓમાં આસક્ત બની જાય છે તે જ તેમની દુર્ભત્રતા બતાવે છે. ભવભીરુ સજને તે ભવનું સ્વરૂપ વિચારી ધર્મસેવનમાં શીધ્ર સજજ થઈ જાય છે–લગારે પ્રમાદ કરતા નથી.
૬. જે તું સુખ-સભાગ્યાદિકને ઈચ્છતે હોય તે, હે આત્મન ! તું ધર્મસાધનમાં સદા ય આદર કર, ધર્મકાર્ય કરવામાં લગારે પ્રમાદ–ઉપેક્ષા કરીશ નહિ.