________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૨૯ ] ૧૩. ઉપર જણાવ્યા પ્રમાણે તીર્થંકરાદિકના ગુણોનું ગ્રહણ બહુમાનપૂર્વક જે તું કરશે તો શીધ્ર શિવસુખ પામીશ એમ ચોકકસ સમજજે, કેમ કે પોતે સદ્ગણ થવાને એ સરલ અને ઉત્તમ માર્ગ છે, તેથી તેને અત્યંત આદર કર જોઈએ.
૧૪. આજકાલ સંયમ–માર્ગમાં શિથિલતા ધારણ કરનારા અને સંયમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસસ્થાદિક સાધુ-યતિજનની સભા સમક્ષ નિંદા, પ્રશંસા કરવી નહીં. નિંદાથી તે સુધરી શકશે નહીં ને પ્રશંસાથી તેમના દેષને પુષ્ટિ મળશે.
૧૫. હીનાચારી સાધુ–પતિઓ ઉપર કરુણ લાવી જે તેમને રુચે તે હિતબુદ્ધિથી સત્ય માર્ગ બતાવે. ન રુચે ને રેષ કરે તે તેમના દોષ-દુર્ગુણ અન્યત્ર પ્રકાશવા નહીં.
૧૬. જેના થડે પણ ધર્મ ગુણદષ્ટિથી જોવામાં આવે તેનું બહુમાન ધર્મબુદ્ધિથી સદા ય કરવું યુક્ત છે, એથી સ્વારને અનેક લાભ થવા સંભવ છે. * ૧૭. સદ્ગણુનું બહુમાન શુદ્ધ-નિષ્કપટભાવે કરનાર જન્માંતરમાં તેવા સદગુણ જરૂર મેળવી શકે છે. સગુણોનું અનુમોદન–બહુમાન કરવું એ આપણે પોતે સદ્ગણું થવાનું અમેઘ સાધન છે.
[ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૧૬૮.]