________________
III
[૨૮]
શ્રી કરવિજયજી ૬. આ વર્તમાન ભવમાં જીવ જે ગુણોનો કે દેશને અભ્યાસ કરે છે તે ગુણ–દેષને અભ્યાસવડે પરભવમાં કરી મેળવે છે.
૭. જે પોતે સેંકડે ગમે ગુણથી ભરપૂર હોવા છતાં અદેખાઈવડે પારકા દોષ જુએ છે તે પંડિત પુરુષોની નજરમાં પરાળના ઢગલા જે તદ્દન અસાર (હલકે) જણાય છે ને હાંસીપાત્ર બને છે.
૮. જે દુષ્ટ આશયથી પરાયા છતા–અછતા દેષ ગ્રહણ કરે છે તે પિતાના આત્માને નિરર્થક પાપબંધનથી બગાડે છે, તેથી ભવાન્તરમાં પોતે જ વારંવાર દુઃખી-દુઃખભાગી બને છે.
૯ તેટલા માટે કષાય-અગ્નિ પેદા થાય તેવું કાર્ય જરૂર તજી દેવું અને કષાય–અગ્નિ શાન્ત થાય તે જ કાર્ય આદરવું. તે માટે પરનિંદા, ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવા.
૧૦. જે તું ત્રિભુવનમાં પ્રભુતા મેળવવા ઈચ્છતે જ હા તે પારકા દોષ ગ્રહણ કરવાથી અથવા પરનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે જરૂર તજી દે. એ જ મોટાઈ મેળવવાને રાજમાર્ગ છે.
૧૧. જગતમાં સહુ કોઈને પ્રશંસવા ગ્ય આ ચાર પ્રકારના ' પુરુષો કહ્યા છે: ૧. સર્વોત્તમોત્તમ, ૨. ઉત્તરમ, ૩. ઉત્તમ અને ૪. મધ્યમ. 1. ૧૨. એ ઉપરાંત ભારેકમી અને ધર્મવાસના રહિત જે અધમ અને અધમાધમ પુરુષ હોય તેમની પણ નિંદા તે ન જ કરવી. બની શકે તો તેમને સુધારવા. તેના પર કરુણા લાવવી. નિંદા તે સર્વથા કરવી જ નહીં, કેમ કે તેથી તેને કે પિતાને કશે ફાયદો થતો નથી. કરુણાબુદ્ધિથી તે સ્વપરને લાભ સંભવે છે.