________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭ ] નજર કર અને તેના સંબંધમાં તારી ફરજ શું છે? તારું કર્તવ્ય શું છે? તેને વિચાર કર.
[આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૯૦.]
દઢગુણાનુરાગ-પ્રશંસા, ૧. જેના હૃદયમાં સદા ય સણ પ્રત્યે સ્વાભાવિક પ્રેમરાગ જાગેલું રહે છે તેઓને ધન્ય-કૃતપુણ્ય લેખવા. તે મહાનુભાવોને સદા ય અમારા પ્રણામ હો!
૨. ઘણું ભણવાથી, તપ તપવાથી કે દાન દેવાથી શું પ્રોજન છે ? ક્ત સઘળા સુખના સ્થાનરૂપ એક ગુણાનુરાગને જ તું દઢપણે આદર કર.
૩. કદાચ તું ઘણું તપ કરીશ, ઘણું શાસ્ત્ર ભણશ અને વિવિધ કષ્ટ સહન કરીશ, પરંતુ જે ગુણાનુરાગ ધરીશ નહિ, બીજાના સદ્ગુણ જોઈને રાજી થઈશ નહીં તો તારી સઘળી કરણું ફેક સમજજે.
૪. બીજાના ગુણને ઉત્કર્ષ જેઈ જે અદેખાઈ કરીશ તે જરૂર તું સંસારમાં સર્વ સ્થળે પરાભવ પામીશ. (પરિણામે, તે ભારે દુઃખદાયક બનશે.)
પ. ઈષ્યના જોરથી અંજાઈ જઈ જે તે ગુણવંત જનના થોડા પણ અવર્ણવાદ કઈ રીતે બેલીશ તો સંસારરૂપ મહાઅટવીમાં તારે ભટકવું પડશે અને ત્યાં તારે બહુ પ્રકારે દુઃખનો. કડ અનુભવ કરવો પડશે, માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બેલવાથી પાછા એસર કે જેથી તારી અર્ધગતિ થતી અટકે