________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૫ ]
ઉત્તમ વિકી , વચનચાતુરી, સુશાસ્ત્રકુશળતા, ન્યાયપાર્જિત લક્ષ્મી, સદ્ગુરુઓની સેવા, શુદ્ધ શીલ અને નિર્મળ મતિ-બુદ્ધિ એટલાં વાનાં પુન્યશાળી જીવને જ પ્રાપ્ત થઈ શકે છે. વળી વનમાં, રણસંગ્રામમાં, શત્રમાં, જળમાં અને અગ્નિની મધ્યમાં, મહાસાગરમાં અથવા પર્વતના શિખર ઉપર સૂતેલા પ્રાણીની તેનાં પૂર્વકૃત પુન્ય જ રક્ષા કરે છે.
[ આ. પ્ર. પુ. ૩૫. પૂ. ૧૨૦. ]
બ્રહ્મચર્ય—આશ્રમનો પ્રભાવ. ૧. લેકના કલ્યાણ માટે ચાર આશ્રમેની પદ્ધતિ બનાવવામાં આવી છે તેમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનનો આધાર–પાચે છે. "
૨. જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સુસંસ્કારિત બનાવવાની જરૂર છે, કેમકે તે વયના સ્થપાયેલા સંસ્કારે પાકા (દૃઢમૂળ) થાય છે.
૩. પ્રથમ આશ્રમમાં સત્સંગના આશ્રય નીચે સદાચરણ યુક્ત વિમળ–નિર્મળ બ્રહ્મચર્યની ચર્ચા સાથે વિદ્યાધ્યયન કરવામાં આવે છે ત્યારે જ સાચે અભ્યાસ થઈ શકે છે.
૪. બ્રહ્મચર્ય—આશ્રમના ઉચ્ચ બળશાળી વાતાવરણમાં મનુષ્ય પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવી જોઈએ.
પ. આ આશ્રમમાંથી બલવંત દેહસંપન્ન, દઢ-નિર્ભય મધારક, તેજસ્વી અને પ્રજ્ઞાશાળી વ્યક્તિઓ તૈયાર થાય છે.