________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૩ ]
પ્રાસ્તાવિક સાધ
૧. જેમ દાંત વગરના હાથી, વેગ વગરના ઘેાડા, ચદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરેાવર, છાયા વગરનું વૃક્ષ, મીઠા વગરનું” ભાજન, ગુણ વગરના પુત્ર, ચારિત્ર વગરના સાધુ અને દ્રવ્ય વગરનુ ઘર એ બધાં શેશભતાં નથી તેમ ધર્મ કળા વગરના માનવ પણ શૈાભા પામતા નથી–શેાભી શકતા નથી.
૨. સુકૃત કરવામાં તત્પર રહેનારા પુરુષા પુન્યમળવડે સા કરતાં ચડી જાય છે, અને જેમ વૃક્ષેાને વેલડીએ વિંટાઈ જાય છે તેમ તેમને સંપદાએ વીંટી વળે છે.
૩. ઉત્તમ જનાનાં હૃદયમાં આ ચાર વાનાં વસી રહે છેઃ—— ૧. સુપાત્રદાન, ૨. મધુરી વાણી, ૩. વીતરાગ-પૂજા અને ૪. સદ્ગુરુસેવા. એનાથી જીવ સ્વાન્નતિ સાધે છે.
૪. સતાષી, વિનયી, દયા-દાન રુચિવાળા અને પ્રસન્ન હૃદયવાળે! મનુષ્ય માનવગતિમાંથી આવીને અવતરેલા સમજવા અને તેને જ માનવધર્મની ચેાગ્યતાવાળા જાણવા.
૫. જે દ્રવ્ય ઉત્તમ ક્ષેત્રમાં વિવેકથી વપરાય છે તે જ દ્રવ્ય પ્રશ'સવા યાગ્ય છે.
૬. માં કુળમાં શ્રાવક કુળ પ્રધાન છે, બધા દેવામાં જિનેશ્વર દેવ પ્રધાન છે, બધાં દાનમાં અભયદાન પ્રધાન છે અને મધાં મરણમાં સમાધિમરણ પ્રધાન છે.
૭. સાહસિક પુરુષને લક્ષ્મી પ્રાપ્ત થાય છે પણુ કાયરને પ્રાપ્ત થતી નથી.