________________
[ રર ]
શ્રી કર્ખરવિજયજી વાસ્તવિક સુખ છે એમ જ્ઞાની અનુભવી મહાત્માઓએ વર્ણવેલ છે, અને જે સુખ પરતંત્ર છે તે દુઃખ જ છે; સુખ નથી એમ કહેલ છે.
૮. જ્યારે આ આત્મા શાન્ત–પ્રશાન્ત સ્થિતિમાં આવી જાય ત્યારે તે પોતે જ મહાન તીર્થરૂપ બને છે, જ્યારે તે તેથી વેગળે વસે છે ત્યારે તેનું તીર્થભ્રમણ નિષ્ફળ બને છે. તીર્થયાત્રા નિવૃત્તિ–શાન્તિ અર્થે જ બનતી હોય તે જ તેની સાર્થકતા-સફળતા લેખાય.
૯. આપણા આત્માને રૂડા જ્ઞાન-નીરવડે નિત્ય હુવરાવતા. રહીએ જેથી આ ભવમાં તો શું પણ આગામી જન્મમાં પણ નિર્મળતા–ખરી શુદ્ધતા તે પામે. .
૧૦. પ્રિય, પચ્ચ ને તથ્ય–સત્ય વચનવડે આપણી વાણું શુદ્ધ પવિત્ર બને,સમ્યગ જ્ઞાનવડે વિચારશુદ્ધ-નિર્દોષ બને અને સદ્ગુરુની સેવા-ઉપાસના-ભક્તિ કરવાવડે કાયા શુદ્ધ-પવિત્ર બને. ઉપરોક્ત શુદ્ધિને જ સાચી–વાસ્તવિક–કાયમ ટકી રહે એવી શુદ્ધિ સમજી સજજન–મુમુક્ષુજનેએ તેને જ અત્યંત આદર કર જોઈએ.
સારરહસ્ય.. ૧૧. જે જીવને જન્મ–જરા-મરણજનિત અનંત દુઃખપરંપરાથી ખરે ત્રાસ-ખેદ-કંટાળો આવે જ છે અને એથી દેહાદિક જડ ભાવ ઉપરથી મન વિરક્ત થયું હોય તે સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રવાળી ત્રિપથગા–દિવ્ય. ગંગામાં નિત્યે સાવધાનપણે સ્નાન-નિમજજન કરી નિજ આત્માની અનાદિ રાગદ્વેષાદિકજન્ય મલિનતા ટાળી શુદ્ધ-પરમશુદ્ધ-નિર્મળ થવું ઘટે.
" [ આ. પ્ર. પુ. ૩૫, પૃ.૧૪૨.]