________________
[ ર૦ ]
શ્રી કરવિજયજી ૧૦૫. વૈરાગ્ય એક જ એવું સાધન છે કે જેના દ્વારા આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્ત થઈ મોક્ષ મેળવી શકાય છે.
૧૦૬. આધિભૌતિક કે આધ્યાત્મિક સુખ મેળવવા માટે વિવેક એક કુંચી છે. આ કંચી હોય તે જ સુખ મેળવી શકાય છે માટે વિવેકી બને.
૧૦૭. શુદ્ધ સચ્ચિદાનંદ રૂપને મેળવવા માટે વિષયરૂપી મળને જ્ઞાનરૂપ જળથી ધુઓ અને એને સાક્ષાત્કાર કરે.
૧૦૮. ઇંદ્રિયે તમને જીતે અને તમે સુખ માનો તે કરતાં ઇંદ્રિયને જીતવામાં તમે સુખ માને તો જ આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાશે. '
૧૦૯. એ જ જગતને ઉપદેશ કરવાને લાયક છે કે જેઓ રાગ, દ્વેષ અને મેહરૂપી શત્રુને જીતી શક્યા છે. સચોટ અસર પણ એના ઉપદેશથી જ થવા પામે છે.
૧૧૦. વસ્તુતઃ આ જગતની કઈ પણ વસ્તુ દોષિત નથી છતાં પણ જે કાંઈ દોષ જોવામાં આવતો હોય તે તે તેના ઉપગમાં છે. ગમે તેવી દોષિત લાગતી વસ્તુ એગ્ય ઉપચોગથી લાભકર્તા જ નિવડે છે.
૧૧૧. સત્યનું પ્રતિપાદન જુદા જુદા માણસો દેશકાળને અનુસરી જુદી જુદી પદ્ધતિથી કરે છે. જે પરમ સત્ય છે તેને કઈ પણ રીતે બાધ આવી શકતો નથી.
[આ.પ્ર. પુ. ૩૫. પૃ. ૧૬૪. ૨૦૪. ર૭પ. પુ. ૩૬, પૃ. ૮૧. ૧૯૮.]