________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૮ ] - ૯૮ વિવેકથી વિચાર કરવામાં આવે તે જ્યાં ભય ત્યાં શાક, ભાગ ત્યાં રેગ અને જ્યાં રોગ તથા શેક બન્ને હોય ત્યાં સુખનો અભાવ હોય છે, માટે સુખના અભાવવાળી વસ્તુઓ ત્યાગવી જ ઉચિત છે.
૧૦૦. જેમ લેહીને ડાઘ લોહીથી જ નથી પણ પાણીથી જાય છે તેમ સાંસારિક સુખ-દુઃખ સંસારની કઈ પણ વસ્તુથી મટતાં નથી તેને માટે તો ત્યાગ (ચારિત્ર-ભાવના રાખવી) એ મુક્તિદાતા છે.
૧૧. લેભ એ એક એવી વસ્તુ છે કે આખી સૃષ્ટિનું રાજ્ય મળવા છતાં તૃપ્તિ થતી જ નથી. તૃષ્ણ આકાશ જેવી અપાર છે માટે વિવેકી પુરુષએ સંતોષનું શરણ લેવું ઘટે છે. સંતેષવડે લોભને જલ્દી અંત આવે છે.
૧૨. સંસારરૂપી ગાડાને રાગ ને દ્વેષ બે પૈડાં છે, માટે મુમુક્ષુઓએ આ પૈડાં કાઢી નાખવાં એટલે સંસારભ્રમણ (બંધન) અટકશે અને મુક્ત થઈ શકશે.
૧૩. મહાત્મા પુરુષ સર્વ ઉપાધિઓને ત્યાગ કરીને અહોરાત્ર ઈશ્વરભજન અને ધ્યાનમાં ગાળે છે અને અજ્ઞાનીઓ આહાર, નિદ્રા, મોજશોખ, પરનિંદા તેમ જ રંગરાગમાં જ પિતાનું આયુષ્ય પૂરું કરે છે.
૧૦૪. દિવસના આઠ પ્રહરમાંથી ત્રણ પ્રહર ઊંઘમાં અને પાંચ પ્રહર આધિ, વ્યાધિ ને ઉપાધિમાં પસાર થાય છે તે આમાંથી ફક્ત એક જ પ્રહર, અરે! એક જ કલાક ઈશ્વરભજનમાં ગાળવામાં આવે તે કેવું સારું?