________________
[ ૧૮ ]
શ્રી કરવિજયજી ૭૭. આપણે દરેક ઇંદ્રિયે બહિર્મુખ છે અને વૃત્તિ પણ બહિર્મુખ હોવાથી આપણા દેનું આપણને ભાન થતું નથી, પરંતુ વૃત્તિને જે અંતર્મુખ કરવામાં આવે તો આપણામાં રહેલા નાનામાં નાના દેષને પણ જોઈ શકાશે અને તેમાંથી બચવા પ્રયત્ન પણ થશે.
૭૮. સત્યના ઉપાસકને શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને તેને જગત મૂર્ખ, ગાંડે, દિવા વગેરે ઉપનામો આપે છે, માટે જ સત્યના શોધક વિરલાઓ જ હોય છે.
૭૯. જેઓનો સ્વભાવ પરદુઃખે દુખી થવાને છે તેઓ ગમે તેવા દેશ, કાળ અને સ્થિતિમાં હોય તે પણ તેઓ પ્રાણાતે પણ બીજાનું શ્રેય કરવાનું ચૂકતા નથી. આ
૮૦. આપણા આત્મામાં રહેલા સત્ય પ્રેમને પ્રગટ કરવા માટે અને સત્યની તદ્દન નજીક પહોંચવા માટે વ્યવહારિક જીવનથી જેમ બને તેમ દૂર જવું જોઈએ.
૮૧. જે આપણને પ્રથમ ઐહિક સર્વસ્વ મેળવવાની ઈચ્છા હોય તો સર્વસ્વનો ત્યાગ કરે જોઈએ. જેમ કે
ગીઓ આત્મતત્વ કે જે સર્વસ્વ છે તેને મેળવવા દેહ કે જે સર્વસ્વ કહેવાય તેને પણ ત્યાગ કરે છે. . ૮૨. ત્યાગીએ પિતે જેવા વાસ્તવિક હોય તેવા જ જગત સમક્ષ દેખાવું જોઈએ અને જે તેમ કરવામાં કાંઈ દંભ (કૃત્રિમતા) કરવામાં આવશે તે ઈશ્વરના માર્ગથી પતિત થવાશે.
૮૩. દયા અને પ્રેમની લાગણી વગરનું મનુષ્યજીવન પશુ કરતાં પણ વધારે ખરાબ છે.