________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭ ]. ૮૪. ગમે તેવી સ્થિતિ-સંગે અને દેશકાળમાં પણ. પવિત્ર અને પરોપકારી જીવન જીવી શકાય છે અને તે જ વાસ્તવિક જીવન છે.
૮૫. માનવજીવનને પલટે કરવા માટે બુદ્ધિની સાઠમારીની જરૂર નથી, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણેની જ જરૂર છે.
૮૬. જેમને મહાન (જગતવંદ્ય) થવું હોય તેમણે પરોપકારમય જીવન અને સહનશીલતા કેળવવી જોઈએ. જેવી રીતે એક પત્થર ટાંકણ અને હાડાથી ઘડાય છે તે છેવટે એકાદ મૂર્તિ બની પૂજાય છે.
૮૭. સુખ અગર તે દુઃખ એ ફક્ત મનુષ્યની આંતરદષ્ટિને અવલંબી રહેલું છે, કારણ કે બાહ્ય સ્થિતિના ફેરફારથી કઈ પણ કાળે સુખ મળી શકે જ નહીં
૮૮. સુખનાં સાધને ઓછાં હોવાં તે ખરેખરી દરિદ્રતા નથી, પણ ખરી દરિદ્રતા તે પોતાની પાસે હોય તેથી વધારે ને વધારે મેળવવા ઈચ્છા કરવી તે છે.
૮૯ દરેક મનુષ્ય એટલું તે જરૂર માનવું જોઈએ કે સંગ-વિયેગ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-અલાભ વિગેરે યેગ કઈ વ્યવસ્થિત કારણને અંગે જ થાય છે ( અદૃશ્ય નિયમ(કર્મ)થી જ થાય છે).
૯૦. કેઈને પણ સમાગમ કરે તે ઉચિત તે નથી જ, પણ જ્યાં સુધી એકાંત જીવન ગાળવા જેવી (સંપૂર્ણ ત્યાગમય) સ્થિતિ ન થાય ત્યાં સુધી સસમાગમ જરૂરી છે.