________________
લેખ સંગ્રહ : ૪ : .
[ ૧૫ ] * ૭૦. ગમે તેવા માણસને માથે પણ કઈને કાબ હોવો જ જોઈએ અને કદાચ તે ન હોય તો તે ખરે કર્તવ્યમાર્ગ ભૂલીને ઊંધે રસ્તે દેરવાઈ જાય છે અને તેથી જ નાસ્તિકને પણ ઈશ્વર જેવી મહાન શક્તિને માનવાની ફરજ પડી છે અને પડશે.
૭૧. કઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં દરેક જણે પોતાની બુદ્ધિ-શક્તિનો વિચાર કરો પરંતુ આરંભ્યા પછી આરંભેલું કાર્ય પિતાના સર્વસ્વને ભેગ આપીને પણ પૂરું કરવું એ જ સજજન પુરુષનું કર્તવ્ય છે.
૭૨. સુખી થવાને સૌથી સરલ રસ્તો એ જ છે કે પિતાથી બને તેટલા પ્રયત્ન બીજાને સુખ દેવું.
૭૩. કઈ પણ કૃત્યનું ખરા કે ખોટાપણું બીજાની બુદ્ધિથી નકકી કરતાં પોતાની સદસવિવેકબુદ્ધિથી–અંતઃકરણને પૂછવાથી વધારે ચોક્કસ નિર્ણય થઈ શકશે.
૭૪. સત્યને જ અનુસરનાર સત્યના ત્યાગ કરતાં વ્યવહારિક દરેક સુખને અને છેવટે પિતાના શરીરને પણ ત્યાગ કરે ઉચિત ગણે છે.
૭૫. કઈ પણ વ્યવહારિક કે પારમાર્થિક જ્ઞાન મેળવવા પ્રયાસ કરતી વખતે ચિત્ત દબાયેલું, ઉદાસ અગર તે ખિન્ન જણાય તે તે કાર્યમાં સફળતા મળતી નથી, પરંતુ જે મન પ્રસન્ન અને મુક્ત સ્થિતિમાં હશે તે જરૂર ફતેહ જ મળશે.
૭૬. કર્મ કરતી વખતે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને શરીર તે સરખાં જ હોય છે, છતાં ફળ જુદાં જ હોય; કારણ જ્ઞાની દરેક કર્મ વિવેકબુદ્ધિપૂર્વક કરે છે અને અજ્ઞાનીને તેવી બુદ્ધિ હોતી નથી.