________________
[ ૧૨ ]
- શ્રી કપૂરવિજયજી ધર્મજ્ઞાન ભંગ કરીને પણ પૈસો અને કીર્તિ પ્રાપ્ત કરતા હોય ત્યારે પોતે અપ્રસિદ્ધ અવસ્થામાં રહી માનપૂર્વક પિતાનું કર્તવ્ય બજાવતે હેય.
૫૦. વીર પુરુષનું ભૂષણ એ જ છે કે તેમણે પિતાનું સ્વરૂપ ખુલ્લું કરવું અને પોતાના દોષ દર્શાવી લોકનિંદા સહન કરવી અને પોતે જેવા હોય તેવા જ દેખાવું જરા પણ કૃત્રિમતા ધરવી નહિં.
પ૧. જો તમે આ જગતરૂપી કૂતરાના ભસવાથી ડરશે તો લેકે તમારા ઉપર કૂતરાની જેમ તૂટી પડશે અને જો તમે નિર્ભયતાપૂર્વક ઊભા રહેશે તો તેઓ ભસતા અટકી જશે. અને કદાચ તેના તરફ રોટલાનો ટુકડે ફેંકશે તે તેઓ તુરત જ તમારા પગ ચાટવા માંડશે.
પર. બળવાનમાં બળવાન માણસ જેવી રીતે કઈક બાબતમાં દુર્બળ હોય છે તેવી રીતે કાયરમાં કાયર માણસ પણ કઈક બાબતમાં બહાદુર હોય છે.
પ૩. સિંહની જેમ દઢતાપૂર્વક પોતાના પગ પર ઊભા રહેવાને બદલે બે મોઢે દ્વિઅથી બોલીને દાવપેચથી લોકાપવાદમાંથી છૂટી જવું તેના જેવું કાયરપણું બીજું એકે ય નથી.
૫૪. હિંમત એ જ વિજય છે અને ભીરુતા એ જ પરાજય છે. કઈ પણ કાર્ય કરવામાં સંશય હોય તે ફતેહ મેળવી શકાતી નથી.
૫૫. સાચે વીર (સાધુ) એ જ છે કે જે જીવનસંગ્રામમાં હિંમત અને આનંદપૂર્વક આગળ વધે છે અને જે જરૂર