________________
[ ૧૦ ]
થી કપૂરવિજયજી ૩૫. પૂર્વનું આરાધકપણું, સત્પુરુષને પરિચય અગર તો દુઃખને રંગ: આ ત્રણ મુખ્ય હેતુઓ માણસજાતને સ્થૂળતામાંથી સૂક્ષ્મતામાં ખેંચી જાય છે.'
૩૬. આપણા સુખાનુભવનું જે કાંઈ નિમિત્ત હોય તે જ પુણ્ય હવા છે.
૩૭. પુણ્યોદયનું ખરું ધોરણ બીજાઓની માન્યતા ઉપર આધાર રાખતું નથી, પણ ભક્તોની માન્યતા ઉપર ખરો આધાર રાખે છે.
૩૮. જે નિમિત્તથી હદયને સુખની લાગણી અનુભવાય તે કદાચ બીજાની નજરે ગમે તેવું જણાય છતાં પુણ્યકાર્ય જ છે, એથી ઊલટું જે નિમિત્તથી હદયને દુઃખ અનુભવાય તે અન્યની નજરે ગમે તેટલું સારું હોય છતાં અનુભવ કરનારને તો પાપકાર્ય જેવું જ લાગે છે.
૩૯. જે જે વ્યક્તિઓ આ સંસારમાં સ્વાર્પણની ભાવના સિદ્ધ કરી શકે છે તેને સંન્યાસ, ત્યાગ કે જંગલની અપેક્ષા રહેતી નથી.
૪૦. આજે જે કાંઈ મેળું કે ફીકું બન્યું છે, તેને કાળક્રમે ખારું બનતાં કે સડી જતાં વાર લાગતી નથી.
૪૧. હૃદયને થતા આઘાતેનો ઉપગ કરી ઘાને તાજો રાખવો અને તે દર્દીના જોરથી આત્મોન્નતિમાં–ત્યાગમાં આગળ અને આગળ વધવું. આવા ધકકાઓને હેતુ માત્ર દુઃખ જ ભેગવવાનો નથી, પરંતુ તેથી સંસારનું સાચું અને સત્ય સ્વરૂપ જાણી શકાય છે.
૪૨. પામર મનુષ્યોને ગમે તેવા સખત ફટકાઓની કશી જ અસર થતી નથી, પરંતુ ડાહ્યા અને વિવેકી પુરુષ સહેજ *