________________
લેખસંગ્રહ : ૪ :.
| [ ૯ ] ' ર૭. ચિત્તની શુદ્ધિ વિના સાચી વીરતા જાગ્રત થતી નથી. ચુદ્ધમાં (કાયિક, વાચિક, માનસિક) જેટલું બળ અને તૈયારી જોઈએ તેના કરતાં શાંતિ માટે ઘણાં જે વધારે સામર્થ્યની જરૂર પડે છે.
૨૮. જે શુભ કે અશુભ બનાવ બની ગયા તેને યાદ કરી આનંદ અગર શેક કરવાથી અર્થસિદ્ધિ થવાની નથી, પરંતુ વર્તમાન કાળે આપણું શું કર્તવ્ય છે તે સદવિવેકબુદ્ધિથી શોધી કાઢી તે પ્રમાણે વર્તન કરવું એ જ શાણુ પુરુષનું કર્તવ્ય છે.
ર૯ દેવ તે જ કહેવાય છે કે જેમાં દિવ્યતાનું દર્શન થાય. આવી દિવ્યતાને નેહાદર એ જ દેવપૂ અને જ્યાં જ્યાં આવી દિવ્યતાનું પ્રેરક દર્શન થાય ત્યાં ત્યાં તેને ઉત્તેજના અને પૂજવા તત્પર રહેવું એ જ મનુષ્યધર્મ છે.
૩૦. જે યોગ્ય પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી વ્યક્તિગત કરતા અંતે સમષ્ટિનું રૂપ ધારણ કરે તે જ ખરે ધર્મ છે.
૩૧. મનુષ્ય માત્રમાં સ્વભાવથી જ સુખની ઇચછા હોય છે છતાં જેઓને આત્મજ્ઞાનની તીવ્ર ઈચ્છા હોય તેમણે સુખ તરફ હંમેશ અનાસક્ત રહેવું અને એ જ ખરે ઉન્નતિનો માર્ગ છે.
૩ર. કર્તવ્યપાલનથી–તેમાં આવતી મુશ્કેલીઓથી ડરીને જેઓ ત્યાગ-સંયમ સ્વીકારે છે તેઓ ખરેખર કાયર જ છે.
૩૩. કર્તવ્યપાલનના માર્ગમાં જે સુખ આવે તો તેને ઉપગે ખુશીથી કરે, પરંતુ સુખ મેળવવા ખાતરે કર્તવ્યને ત્યાગ કરવો તે ખરેખર અધોગતિની જ નિશાની છે.
૩૪. આપણા હૃદયને જે જે આઘાત–ધક્કાએ લાગે છે તે કાંઈક • આવરણ ખસેડીને આપણને અંતરના ઊંડા ભાગમાં દેરી જાય છે.