________________
[૮]
શ્રી કરવિજયજી * ૧૯ પાપીમાં પાપી માણસને પણ જન્મ જમે કર્મ નિર્દોષ બાળક બનવાની તક આપે છે એ તેની કેવી કૃપા કહેવાય?
૨૦. જ્ઞાન માત્ર સ્મૃતિ જ છે. ભૂલાઈ ગયેલું ફરીથી સાંભરે છે અને જ્યારે સ્મૃતિ આવે છે ત્યારે જેને સ્વપ્નમાં પણ નહોતો જાણતે તેવી આશાઓ આવે છે અને ત્યારે જ આત્માની–પરમાત્માની ઝાંખી થવા લાગે છે.
૨૧. દરેક કારણ સાથે તેનું કાર્ય અને ગતિ સાથે તેનું ફળ બંધાયેલું રહે છે. આવાં જોડકાંને બાંધી રાખનાર દેરી તે તૃષ્ણ છે. (દંપતીની છેડાછેડી).
૨૨. દરેક જેડીમાં ઓતપ્રેત વીંટાઈ રહેનાર દેરીને જે બાળી નાખવામાં આવે તો સંબંધ ટકી શકતો નથી. આ તૃષ્ણા, તે દોરી-તે જ કર્મ છે.
૨૩. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ પણ દિવ્ય આત્માઓ પાસે ફાવી શકતી નથી.
૨૪. માણસ જાતે માણસને વૈરી કદાપિ હોતું નથી; પરંતુ તેનામાં રહેલા સારા કે નરસા ગુણદ્વારા ઉપસ્થિત થતાં કર્મો જ એક બીજાને સ્નેહી કે શત્રુ બનાવે છે. ' ૨૫. એક જ પ્રસંગ–નિમિત્તકારણ અને ફક્ત એક જ પળ સંસ્કારી જીવેને આધ્યાત્મિક ઉન્નતિ માટે લાયક બનાવે છે.
૨૬. અનિગ્રહીત મનની ઉન્માદોની ભયંકર પળમાં પણ ઈશ્વરનું અનન્ય શરણ લઈને શુભાશુભ સંકલ્પ ઈશ્વરને સેંપવા–પ્રભુપરાયણે રહેવું એ જ ખરેખરી વીરતા છે.. ,