________________
'
લેખ સંગ્રહ : ૪ :
[ ૭ ]
કોઈને પણ પ્રમાણ કરતાં વધારે કસવાં નહીં, તેમ કરવાથી લાભને ખદલે ઊલટી હાનિ જ થાય છે.
૧૧. જે ભૂમિમાં મહાન પુરુષા રહ્યા હાય તે ભૂમિ પણ ખરેખર પતિતાને પાવન કરનારી છે (ત્રિવિધ તાપને હરનારી છે).
૧૨. સત્પુરુષ! દરેક જણ પ્રત્યે સમભાવ રાખીને ઉપદેશ આપે છે, છતાં દરેક જણ પાતપાતાની ચેાગ્યતા પ્રમાણે સાર ગ્રહણ કરે છે—કરી શકે છે.
૧૩. વાસ્તવિક ત્યાગ વસ્તુના ત્યાગમાં નથી પરંતુ વસ્તુ પરત્વેના મમત્વના ત્યાગ તે જ ખરા ત્યાગ છે.
૧૪. સમુદ્રમાં જેમ નદીએ આવીને મળે છે તેવી રીતે શક્તિવંત પુરુષાને સર્વ પ્રકારની લક્ષ્મી દાસીની જેમ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. ૧૫. જેએ સ્વભાવથી જ વિનીત છે તેને આપવામાં આવેલે ઉપદેશ ( જ્ઞાન ) સારી દિવાલમાં કુશળ કારીગરને હાથે થયેલા ચિત્રામણ જેવું ચિરંજીવ નીવડે છે.
૧૬. જેમને મૃત્યુને, તમ-અંધકારને જીતવા ઇચ્છા હાય તેમણે પંચેન્દ્રિયના વિષયેાને વિષ જેવા જાણીને છેડી દેવા અને ક્ષમા, આવ, દયા, બ્રહ્મચર્ય અને સત્યના ઉપાસક થવું.
૧૭. પાપી માણસ પુન્યને એળખતા પણ ન હેાય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે પુન્યને આળખે, પાપને ખરાબ છે તેમ જાણું છતાં વર્તન તેવું ને તેવું રાખે તેા દશગણું પાપ વધે છે.
૧૮. આંધળા કૂવામાં પડે તેમાં નવાઇ નથી, પરંતુ દેખતે માણસ હાથમાં દીવા લઈને કૂવામાં પડે તેા એ આત્મઘાત કહેવાય. આત્મહત્યા કરતાં અધમૃત્યુ વધારે સારું.