________________
[ ૬ ]
શ્રી કપૂરવિજયજી
૨. નીતિજ્ઞ પુરુષાએ શાસ્ત્ર અને લેાકવ્યવહારને અનુકૂળ વાણી અને વર્તન રાખવું આવશ્યક છે.
૩. અશિક્ષિત અને વિપરીત શિક્ષાવાળા અશ્વ તેના સવારને જેમ શત્રુરૂપ જ નીવડે છે, તેમ સ્વેચ્છાચારી ઇંદ્રિયા અને મન પણ શત્રુરૂપ જ નીવડે છે.
૪. ઘેાડા જોડલેા રથ પણ જેવી રીતે સારથી વગરના નકામા થઇ પડે છે તેવી રીતે ઇંદ્રિયા કે જેની સાથે મન નથી જોડાયું તે કાઇ પણ રીતે શુભ કે અશુભ કરી શકતી નથી.
૫. કેળવાયેલા અશ્વ પર બેસવાથી જેમ કેાઇ જાતનું નુકસાન થતુ' નથી તેમ કેળવાયેલી ઇંદ્વિચાથી અશુભ થવા સંભવ નથી.
૬. અહંકારરૂપી મદ્યઝરતા માતંગ ઉપર બેઠેલા પુરુષા આત્માતિ કરી શકતા નથી.
૭. મહાન પુરુષા વાણીરૂપી અમૃતને ગમે તેવા મહાળે ઉપયાગ કરે તે પણ તેની મહત્તા ( વી—ખલ ) ઘટે નહીં.
૮. જેમ હર્ષાવેશમાં વેઢના જણાતી નથી તેવી જ રીતે શાક( દુ:ખ )માં પણ તથાવિધ વેદના જણાતી નથી.
૯. મનને તાપ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતા નથી. તેની શાંતિ માટે જે કાંઈ ઉપાય હાય તે ફક્ત સદસદ્વિવેક બુદ્ધિથી તેને સમજાવવું જોઇએ.
૧૦. ચંદન જેવાં શીતળ ઝાડનાં લાકડાંને પણ . જો આપસમાં ઘસવામાં આવે તે અગ્નિ ઉત્પન્ન થાય છે; માટે