________________
[૪]
શ્રી કપૂરવિજયજી શ્રી મહાવીરના ઉપદેશનું રહસ્ય. ૧. સહુ જેને તમે સ્વાત્મા સમાન ગણી સહુ સાથે ભાઈચાર રાખે, તેમને દુઃખ–સંકટ પડે તેમાં બનતી સહાનુભૂતિ આપે. ગમે તે દુશમન હોય તેને પ્રેમથી અપના–પિતાને મિત્ર કરે.
૨. વૈરીને ઉદ્ધાર ખાસ કરીને કરવો, તેથી વૈરની પરંપરા છૂટી જાય છે. એવી સદબુદ્ધિ સૂઝે તે પ્રયત્ન કરવો જરૂરી છે.
૩. પાપકર્મ પ્રત્યે ભલે તિરસ્કાર રાખો પણ પાપી જીવ તરફ લગારે તિરસ્કાર ન રાખે. શુદ્ધ પ્રેમભાવથી તેની ભૂલ સુધારવી ને તે ફરી ફરી પાપકર્મથી દુ:ખી થવા ન પામે એવા એને પુણ્યમાર્ગ બતાવે. - ૪. તદ્દન દુખદાયક કદાગ્રહ દુર્ગુણને તજી ખૂબ ઉદાર દિલના બને સદા પ્રસન્નતા સેવી તમે તોપદેશનું ઠીક મનન કરતા રહો.
૫. રાગ, દ્વેષ, ભય, વિષયવિકાર અને મોહ કષાયને જીતી લે, ધીરજ રાખો, સુખ-દુ:ખ સમયે વિશેષ સમભાવ રાખવા પ્રયત્ન કરે.
૬. દુર્ગતિ–અવનતિ આપનાર અહંકાર ને મમકાર (હું અને મારું) તજે. તપ તથા સંયમસેવનમાં રક્ત રહો અને લેભ-તૃષ્ણા માત્રને દૂર કરે. .
૭. મિથ્યાત્વ–અસત્ય આગ્રહ તજી, સત્ય-સમ્યવની ઉપાસના કરો, કષ્ટ પડે તેથી ડરે નહીં અને સિંહ જેવા શુરવીર બને. કેપ કરી શ્વાન જેવા ન બને.