________________
૬ સાધુ સહકારી મંડળની યોજના.
નિ:સ્વાર્થ વૃત્તિવાળા ઉદારદિલના સાધુજનનું બનેલું એક એવું મંડળ જવાની જરૂર છે કે જેમાંના દરેક સાધુ ચાલુ જમાનાને ઓળખી, પરિસ્થિતિ વિચારી, સ્વધર્મને બાધ ન આવે પણ તેને ટેકે–પુષ્ટિ મળે તે વ્યવહારુ ઉપદેશ, મંડળની આજ્ઞા અને સૂચના મુજબ, દરેક ચગ્ય સ્થળે, શકય રીતે, આપવા કટિબદ્ધ રહે. માન–અપમાન કે નિંદા-સ્તુતિ તરફ લક્ષ નહીં રાખતાં સ્વકર્તવ્ય તરફ પૂરતું લક્ષ રાખે–રાખ્યા કરે.
શાસનસેવા અને સમાજહિત એ ખાસ તેઓમાંનાં દરેક મુદ્રાલેખ બને.
ઉપરોક્ત સેવા અને હિતકૃત્ય જાતે કરવા,કરનારને બનતી દરેક સહાય આપવા અને તેનું અનુમોદન કરવા કશે પ્રમાદ ન કરે.
વિશેષમાં પોતાના ઉપદેશપ્રભાવથી અથવા સુગુણજ્ઞ સંત-સાધુજનેને સમાગમ યા પરિચય કરીને ઉક્ત મંડળનાં કાર્ય–ઉદેશની રક્ષા તથા વૃદ્ધિ થવા પામે તેવા સાધુ–સહકારને વધારે કરે.
ઉક્ત મંડળની રૂએ જે જે હિતકાર્યો થવા પામે તેની સામાન્ય રીતે નેંધ રાખી અન્ય જિજ્ઞાસુ તથા હિતૈષી જનેના હિતની ખાતર તે પ્રસિદ્ધ કરવા-કરાવવા બનતે પ્રબંધ યા પ્રયત્ન કરે.
[ આત્માનંદ પ્રકાશ પુ. ૧૭, પૃ. ૨૨૨]