________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી .' ર૬, પ્રાયશ્ચિત્ત (પાપની આલોચના), વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કીત્સર્ગ અને સ્વાધ્યાય એ રીતે અત્યંતર તપ છે પ્રકારનો છે. - ર૭. દિવ્ય તથા દારિક કામગ સંબંધી સુખથકી ત્રિવિધ ત્રિવિધ નિવર્તવું, એવી રીતે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. . ૨૮. અધ્યાત્મજ્ઞાનીઓ નિશ્ચયથી મૂચ્છને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગ્યના અથી જનને માટે નિષ્પરિગ્રહતા–નિ:સ્પૃહતા એ જ પરમ ધર્મ છે. - ર૯ પૂર્વોક્ત દેશવિધ ધર્મનું સદા સેવન કરનારને અત્યંત નિબિડ થયેલા એવા રાગ, દ્વેષ અને મોહન અ૫ કાળમાં ક્ષચ થાય છે. - ૩૦. અહંકાર અને મમકારના ત્યાગથી અતિ દુર્જય, ઉદ્ધત અને પ્રબળ એવા પરિષહ, ગૌરવ, કષાય તથા મન-વચનકાયાના દંડ અને ઇન્દ્રિયના વિકારોને ચગી પુરુષે તત્કાળ હણે છે.
[ આ. પ્ર. પુ. ૩૧. પૃ. ૨૨ ]
એકનિશ્ચિત લક્ષ અને સ્વાધ્યાય. 1. ૧. નિશ્ચિત કાર્યક્રમવાળે માણસ જ ફત્તેહ પામે છે, તેથી
એક જ વિષયને વળગી રહો. - ૨. આ કા માનવજીવનમાં જેને કાંઈ પણ મહત્વનું કાર્ય કરી જવું હોય તેણે પોતાની સ્વશક્તિઓ વડે એવું તે એકાગ્રતા