________________
લેખ સંગ્રહ : ૪ :
૩૧૭ ] ૧૯ સર્વગુણો વિનયને આધીન છે અને વિનય મૃદુતાને આધીન છે. જેના હૃદયમાં સંપૂર્ણ મુદતા વસી છે તે સર્વગુણસંપન્ન જાણ.
૨૦. ઋજુતા વિનાને કોઈ શુદ્ધિને પામતે નથી, શુદ્ધ આત્મધર્મ આરાધી શકતો નથી, ધર્મ વિના મેક્ષ નથી અને મોક્ષ વિના અન્યત્ર પરમ સુખ નથી.
૨૧. જે ઉપકરણ, આહારપાણી અને દેહને આશ્રીને દ્રવ્યશાચ કર ઘટે તે ભાવશાચને બાધક ન પહોંચે તેમ યત્નપૂર્વક કરવા ચગ્ય છે. - રર. હિંસાદિક પાંચ આશ્રવથી વિરમવું, પાંચે ઇન્દ્રિયને નિગ્રહ કરે, ચાર કષાયનો જય કરો, અને મન-વચનકાયાના ત્રણ દંડથી વિરમવું એમ ૧૭ પ્રકારે સંયમ છે.
૨૩. બાંધવ, ધન અને ઇંદ્રિયસુખના ત્યાગથી જેણે ભય અને વિગ્રહ તન્યા છે, અહંકાર અને મમકાર તજ્યા છે એવા ત્યાગી સાધુ જ નિથિ કહેવાય છે.
૨૪. પૂર્વાપર અવિરુદ્ધ વચનને ઉચ્ચાર કરે અને તનમન-વચનથી એકતા અકુટિલતા વાપરવી એમ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં કહ્યું છે.
૨૫. અનશન (આહાર ત્યાગ), ઊણેદરી (આહારમાં ઓછાશ કરવી), વૃત્તિક્ષેપ (નિયમિત રહેવું–જરૂરીયાતો ઘટાડવી), રસત્યાગ (વિગયત્યાગ), કાયકલેશ, (શીત–તાપાદિક સમભાવે સહેવાં) અને સંલીનતા (સિથરાસને રહેવું) એ છ પ્રકારે બાહ્ય તપ કહ્યો છે.